• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદ્યાર્થીઓની સાહસિકતા દિલ્હીની સરકારી શાળાનું ગૌરવ છે : મનીષ સિસોદિયા

|
Google Oneindia Gujarati News

દિલ્હીની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ નાની ઉંમરે સાહસિકતાના ખ્યાલો શીખીને અને સ્ટાર્ટ-અપ્સની સ્થાપના કરીને સ્માર્ટ ઉદ્યોગસાહસિક તેમજ જવાબદાર નાગરિક બની રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ શનિવારના રોજ શંકર નગરમાં બિઝનેસ બ્લાસ્ટર્સ સિઝન 2 SKV અને SKV મયુર વિહાર ફેઝ-1, પોકેટ-4 ના વિદ્યાર્થીઓને મળ્યા બાદ આ વાત કહી હતી.

આવનારા ઉદ્યોગપતિઓ સાથે એનિમેટેડ ચર્ચા કર્યા બાદ, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, તેમના તેજસ્વી વ્યવસાયિક વિચારોની મદદથી, તેઓ દેશને ટૂંક સમયમાં બેરોજગારીમાંથી મુક્ત કરવામાં મદદ કરશે. તેમના વિચારો ભારતીય અર્થતંત્રને પણ વેગ આપશે.

નોકરી શોધનારા નહીં પણ નોકરી આપનારા બનશે વિદ્યાર્થીઓ

નોકરી શોધનારા નહીં પણ નોકરી આપનારા બનશે વિદ્યાર્થીઓ

દિલ્હી સરકારના બિઝનેસ બ્લાસ્ટર્સ પ્રોગ્રામ, વિદ્યાર્થીઓને નોકરી શોધનારાઓને બદલે નોકરી પ્રદાતા બનવા માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યસાથે શરૂ કરવામાં આવ્યો હતો, તેણે તેના પ્રથમ વર્ષમાં જ મોટી સફળતા મેળવી હતી.

આ વર્ષે, સમગ્ર શહેરમાં ઉભરતા ઉદ્યોગ સાહસિકોનેએક મોટું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સરકારી શાળાઓ તેમજ ખાનગી શાળાઓમાં ખૂબ જ ઉત્સાહ સાથે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને નવા બિઝનેસ બ્લાસ્ટર્સના બિઝનેસ આઈડિયાને સમજવા માટે, સિસોદિયાએ SKV શંકર નગર અનેSKV મયુર વિહાર ફેઝ-1, પોકેટ-4ની મુલાકાત લીધી હતી.

સ્વતંત્ર અને આત્મવિશ્વાસુ બનવામાં મદદ કરે છે આ કાર્યક્રમ

સ્વતંત્ર અને આત્મવિશ્વાસુ બનવામાં મદદ કરે છે આ કાર્યક્રમ

નાયબ મુખ્ય પ્રધાન સાથે વાર્તાલાપ કરતાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, બિઝનેસ બ્લાસ્ટર્સ પ્રોગ્રામે તેમને ટીમ વર્કની ભાવના, આયોજનનીકુશળતા, જોખમ વ્યવસ્થાપન, નેતૃત્વ, ક્લાયન્ટ મેનેજમેન્ટ, નેટવર્કિંગ, સમય વ્યવસ્થાપન અને સંશોધનની ભાવના વિકસાવવામાં મદદકરી છે.

તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, કૌશલ્યની સાથે, આ કાર્યક્રમ તેમને સ્વતંત્ર અને આત્મવિશ્વાસુ બનવામાં મદદ કરે છે.

વિદ્યાર્થીઓએ જૂના ટાયરમાંથી બનેલા સોફા, ઓર્ગેનિક સાબુ, ઓર્ગેનિક લિપસ્ટિક, ચોકલેટ, પ્લાસ્ટિક બેગના વિકલ્પો, ઘરની સજાવટનીવસ્તુઓ વગેરે જેવા તેમના અનોખા વ્યવસાયિક વિચારો નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા હતા.

આ પ્રસંગે, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ, જેઓ બીજા વર્ષ માટે બિઝનેસ બ્લાસ્ટર્સમાં ભાગ લઈ રહ્યા છે, તેઓએ જણાવ્યું કે, જ્યારે તેઓએતેમના વ્યવસાય પર છેલ્લીવાર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ બજારનો સામનો કરવામાં વિશ્વાસ ધરાવતા ન હતા, પરંતુ આ વર્ષે, તેઓકોઈપણ ખચકાટ વિના તેમના ઉત્પાદનોને બજારમાં મોકલી રહ્યા છે કારણ કે તેઓ છેલ્લા એક વર્ષમાં બજારની પ્રક્રિયાઓને વધુ સારી રીતેસમજી શક્યા છે.

પ્રથમ વર્ષમાં મેળવેલા અનુભવના આધારે તેઓ તેમના બિઝનેસ મોડલને વધુ સારું બનાવવા માટે કામ કરી રહ્યા છે.

સફળ ઉદ્યોગસાહસિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી સરકારનો મુખ્ય કાર્યક્રમ, બિઝનેસ બ્લાસ્ટર્સ, દિલ્હીની સરકારીશાળાઓમાં ભણાવવામાં આવતા આંત્રપ્રિન્યોરશિપ માઇન્ડસેટ અભ્યાસક્રમ (EMC)નો વિસ્તૃત ઘટક છે.

આ અંતર્ગત સરકાર દ્વારાવિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી રૂપિયા 2000ની સીડ મની આપીને વિદ્યાર્થીઓને પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કરવાનો વાસ્તવિક અનુભવ આપવામાંઆવે છે.

વિદ્યાર્થીઓને દેશભરના જાણીતા અને સફળ ઉદ્યોગસાહસિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. આ વર્ષે, બિઝનેસ બ્લાસ્ટર્સપ્રોગ્રામને ઘણી ખાનગી શાળાઓ દ્વારા પણ અપનાવવામાં આવ્યો છે.

English summary
Student entrepreneurship is the pride of a Delhi government school said Manish Sisodia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X