જામા મસ્જિદ ગેસ્ટ હાઉસના CCTV ફુટેજમાં જોવા મળ્યો શંકાસ્પદ આતંકવાદી

દિલ્હી પોલીસ દ્રારા શનિવારે એક જાહેર કરવામાં આવેલ વિડિયોને જોતાં સ્પષ્ટપણે સાબિત થાય છે કે એક વ્યક્તિ ગેસ્ટ હાઇસના બુકિંગ કાઉન્ટર તરફ આગળ વધી રહ્યો છે.
ગેસ્ટ હાઉસના રૂમ નંબર 403માં બે શંકાસ્પદ આતંકવાદી રોકાયા હતા અને આ રૂમમાંથી પોલીસે એક એકે-47, હેન્ડ ગ્રેનેડ, 60 રાઉંડ ગોળીઓ અને રાજધાનીના ચિત્રો ઝડપી પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેએ હોળીના દિવસે બુધવારે દિલ્હીમાં આતંક મચાવવાનું કાવતરું રચ્યું હતું.












Click it and Unblock the Notifications
