આર્મી હોસ્પિટલ પાસે વિસ્ફોટક ભરેલી બેગ મળતા ખળભળાટ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાઇક પર સવાર એક યુવક હોસ્પિટલની બહાર આ બેગ ફેકીને જતો રહ્યો. આર્મી તરફથી એ વાતની ખરાઇ કરવામાં આવી કે આ બેગમાં વિસ્ફોટક સામાન હતો.
દરમિયાન બોમ્બ નિરોધક સ્ક્વોડ અત્રે પહુંચી ગયું અને તપાસમાં લાગી ગયું. આ ઘટના બાદ આસપાસના વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી. જોકે હજી સુધી એ વાતની ખરાઇ થઇ શકી નથી કે આ કૃત્ય પાછળ કોઇ આતંકી હાથ હતો કે નહીં.
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ બ્લાસ્ટ બાદ રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવાયો છે. ઇન્ડિયા ગેટ પાસે પાર્કિંગ અને એન્ટ્રીને બેન કરી દેવાઇ છે. આતંકી ઘટનાને પગલે રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા ચોક્કસ કરી દેવાઇ છે.












Click it and Unblock the Notifications
