દિલ્હી રેપ: સુષ્મા સ્વરાજે કહ્યું 'ફાંસીથી આપો શોક ટ્રીટમેન્ટ'

ભાજપા નેતાએ દિલ્હી પોલીસના સહાયક પોલીસ આયુક્ત બી.એસ. અહલાવતની પણ ટીકા કરી હતી. અહલાવતે સ્વામી દયાનંદ હોસ્પિટલમાં જ્યાં પીડિતાની સારવાર થઇ રહી હતી ત્યાં વિરોધ વ્યક્ત કરવા માટે આવેલી છોકરીને થપ્પડ મારી હતી.
સુષ્મા સ્વરાજે લખ્યું છે કે મેં જોયું છે કે દિલ્હી પોલીસના સહાયક પોલીસ કમીશ્નરે આ ધટનાનો વિરોધ કરી રહેલી યુવતીને તમાચો માર્યો. આ પોલીસકર્મી મહિલાઓની સુરક્ષામાં નિષ્ફળ છે. જેથી તે તેમની સાથે મારપીટ કરી રહ્યાં છે. આ પોલીસ અધિકારીએ વરદી પહેરવા લાયક નથી.
આ પહેલાં પાંચ વર્ષની બાળકીને પોતાની હેવાનિયતનો શિકાર બનાવનાર હેવાનને આજે પોલીસે મુઝફ્ફરપુરથી પકડી પાડી એસડીજેએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને આરોપી મનોજ માટે ટ્રાંજિડ રિમાન્ડ માટે અપીલ કરી. જેને સાંભળતા કોર્ટે પોલીસને મનોજ માટે 3 દિવસના ટ્રાંજિટ રિમાન્ડ આપ્યા છે. હવે પોલીસ મનોજને લઇને દિલ્હી રવાના થઇ ગયા છે. કહેવામાં આવે છે કે આરોપી મનોજ પરણિત છે. તેની સાસરીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પહેલાં પોલીસે કહ્યું હતું કે તેને મુખ્ય આરોપીને પોતાની કેદમાં લઇ લીધો છે અને જલદી જ આ અંગે પત્રકાર પરિષદ યોજશે. આ પહેલાં બાળકી સાથે થયેલા દુષ્કર્મના કારણે દિલ્હી ક્રોધિત જોવા મળે છે. ફરી એકવાર પોલીસ અને કાનૂન-વ્યવસ્થા પર આંગળી ચિંધવામાં આવી રહી છે. દિલ્હી સહિત આખા દેશમાં આ ઘટનાથી ફરી એકવાર સનસની ફેલાઇ ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં એક પાડોશીએ 5 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. બાળકીનું અપહરણ કરી તેની સાથે ચાર દિવસ સુધી બળાત્કાર ગુજારતો રહ્યો હતો. મનોજે હેવાનિયતની તમામ હદો પાર કરી દેતાં બાળકીના પ્રાઇવેટ પાર્ટોમાં શીશી અને મીણબત્તી નાખી હતી. બાળકીની હાલત નાજુક છે, તેને એમ્સમાં ભરતી કરવામાં આવી છે. દેશભરમાં આરોપીની સજા માટે પ્રદર્શન થઇ રહ્યાં છે.












Click it and Unblock the Notifications
