• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બુરારીમાં એક જ પરિવારના 11 લોકોના મોતનું સત્ય શું હતું? 3 વર્ષ બાદ સૌથી મોટો ખુલાસો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ત્રણ વર્ષ પહેલા જુલાઈ 2018માં ઉત્તર દિલ્હીના બુરારી વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવ્યો હતો. 1 જુલાઈની સવારે જ્યારે લોકોએ આંખો ખોલી ત્યારે જાણ થઈ કે, બુરારીમાં એક ઘરની અંદર રહેતા પરિવારના 11 સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. 11 માંથી 10 લોકો લટકતી હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે એક મૃતદેહ જમીન પર પડેલો હતો.

જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન 11 લોકોના મોતના આ કેસમાં દરરોજ એક નવું રહસ્ય બહાર આવતું હતું. હવે ત્રણ વર્ષની પોલીસ તપાસ બાદ આ મામલે સૌથી મોટું સત્ય સામે આવ્યું છે.

આ કારણે પરિવારના 11 લોકોએ જીવ ગુમાવ્યા

આ કારણે પરિવારના 11 લોકોએ જીવ ગુમાવ્યા

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે હવે આ કેસ બંધ કરી દીધો છે અને તેના ક્લોઝર રિપોર્ટમાં જણાવ્યું છે કે, બુરારીમાં રહેતા ચુંદાવત પરિવારના 11 લોકોએ જીવગુમાવ્યા હતા.

પોલીસે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, આ કેસમાં આવા કોઈ પુરાવા મળ્યા નથી, જેના આધારે એવું કહી શકાય કે, આ 11 મોત પાછળ કોઈ પ્રકારનુંકાવતરું કે અન્ય કોઈ વ્યક્તિનો હાથ હતો. તે સંપૂર્ણપણે આત્મહત્યાનો કેસ હતો, જેમાં પરિવારના 11 સભ્યોએ પરસ્પર સંમતિથી પોતાનો જીવ આપ્યો હતો.

આ કેસને આત્મા સાથે પણ જોડવામાં આવ્યો હતો

આ કેસને આત્મા સાથે પણ જોડવામાં આવ્યો હતો

આ કેસ દિલ્હી પોલીસના સૌથી રહસ્યમય કેસમાંથી એક હતો. આ સમયે તે 11 લોકોના મૃત્યુની આવી વણઉકેલાયેલી સ્ટોરી હતી, જેમાં દરરોજ એક નવું રહસ્ય બહારઆવતું હતું.

ક્યારેક આ 11 લોકોના મોત પાછળ હત્યાની શંકા ઉભી કરવામાં આવી હતી, ક્યારેક કોઈ ઉંડા કાવતરાની આશંકા હતી અને ક્યારેક આખો મામલોઆધ્યાત્મિક શક્તિઓ સાથે જોડાયેલો હતો.

આ કેસમાં શરૂઆતમાં દિલ્હી પોલીસે હત્યાનો કેસ નોંધ્યો હતો, પરંતુ ધીરે ધીરે દરેક રહસ્ય પરથી પડદો હટાવવામાં આવ્યોહતો અને હવે ત્રણ વર્ષની તપાસ બાદ પોલીસે અંતિમ રિપોર્ટ બનાવ્યો છે.

પરિવારના સભ્યોના મૃતદેહ કઈ હાલતમાં મળ્યા હતા?

પરિવારના સભ્યોના મૃતદેહ કઈ હાલતમાં મળ્યા હતા?

ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈના રોજ જ્યારે પોલીસ બુરારીમાં આ ઘરમાં ઘૂસી હતી, ત્યારે પરિવારના 10 સભ્યો લોખંડની જાળી સાથે લટકતા મળી આવ્યા હતા.

દરેકનેઆંખે પાટા બાંધેલા હતા અને તેમના હાથ-પગ પણ બાંધેલા હતા. તે જ સમયે પરિવારના મોભી નારાયણ દેવીનો મૃતદેહ ટેરેસ પરથી મળી આવ્યો હતો.

નારાયણ દેવીઉપરાંત મૃતકોમાં તેમના પુત્રો ભવનેશ અને લલિત, પુત્રીઓ પ્રતિભા, ભવનેશની પત્ની સવિતા અને તેમના ત્રણ બાળકો - નીતુ, મોનુ અને ધ્રુવ, લલિતની પત્ની ટીના,પુત્ર શિવમ અને પ્રતિભાની પુત્રી પ્રિયંકા હતી.

રજિસ્ટરમાં મૃત્યુનું ભયાનક આયોજન લખાયું હતું

રજિસ્ટરમાં મૃત્યુનું ભયાનક આયોજન લખાયું હતું

જ્યારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી, ત્યારે ઘરની અંદરથી કેટલાક રજિસ્ટર મળી આવ્યા હતા. જ્યારે આ રજિસ્ટર વાંચવામાં આવ્યા, ત્યારે પોલીસ પણઆશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

હકીકતમાં આ રજિસ્ટરમાં આ ડરામણી ઘટાનું આયોજન લખવામાં આવ્યું હતું, જેના દ્વારા પરિવારના 11 લોકોએ પોતાનો જીવ આપ્યો હતો.

જ્યારે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે રજિસ્ટરમાં લખેલી દરેક વસ્તુ મૃત્યુના સંજોગો સાથે મેળ ખાતી જોવા મળી હતી.

પરિવાર આત્મહત્યા કરવા માટે સહમત હતો

પરિવાર આત્મહત્યા કરવા માટે સહમત હતો

ઓગસ્ટ 2019માં હસ્તાક્ષર નિષ્ણાંતે પોલીસને સુપરત કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, પરિવારના લોકોએ ઘરમાંથી મળેલા રજિસ્ટરમાં લખેલી વસ્તુઓ લખી છે.

આસિવાય ઘરની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પણ સામે આવ્યું છે કે, મૃત્યુ પહેલા ચુંદાવત પરિવારે પોતે આત્મહત્યા કરવા માટે સ્ટૂલ વગેરે જમાકરાવ્યા હતા.

આત્મહત્યા પહેલા તમામ મોબાઈલ મંદિરમાં રાખ્યા

આત્મહત્યા પહેલા તમામ મોબાઈલ મંદિરમાં રાખ્યા

ધીરે ધીરે પોલીસ તપાસ આગળ વધી અને મજબૂત પુરાવા આવવા લાગ્યા કે, પરિવારે પોતાની મરજીથી આત્મહત્યા કરી છે.

પોલીસ તપાસ દરમિયાન એક સૂત્રએજણાવ્યું હતું કે, "મૃત્યુ પહેલા, પરિવારના તમામ સભ્યોએ તેમના મોબાઈલ સાયલન્ટ મોડ પર મૂક્યા હતા અને તે પછી તમામ ફોન એક બેગમાં મૂકીને ઘરના મંદિરમાંરાખ્યા હતા.

રજિસ્ટરમાં લખાણો અને મૃત્યુની રીત એ પણ સૂચવે છે કે, પરિવારે ધાર્મિક વિધિના ભાગરૂપે સામૂહિક આત્મહત્યા કરી હતી.

રજિસ્ટરમાં આ વસ્તુઓ કોણે લખી?

રજિસ્ટરમાં આ વસ્તુઓ કોણે લખી?

તપાસ દરમિયાન હસ્તાક્ષર નિષ્ણાંતે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, રજિસ્ટરમાં મોટાભાગની વસ્તુઓ લલિત અને પ્રિયંકાએ લખી હતી.

સીસીટીવી ફૂટેજની ચકાસણીદરમિયાન કોઈ બહારનો વ્યક્તિ ઘરમાં પ્રવેશતો જોવા મળ્યો ન હતો. આવા સમયે, મનોવૈજ્ઞાનિક શબપરીક્ષણ રિપોર્ટમાં બહાર આવ્યું કે, પરિવારના 11 સભ્યોનોમરવાનો કોઈ ઈરાદો ન હતો.

તેના બદલે દરેકને અપેક્ષા હતી કે, આ ધાર્મિક વિધિ બાદ તેઓ સામાન્ય જીવનમાં પાછા આવશે. આ સિવાય વિસેરા રિપોર્ટમાં કોઈનાશરીરમાં ઝેરની માત્રા ન હતી.

લલિતનું માનવું હતું કે, તેના પિતા તેની સાથે વાત કરે છે

લલિતનું માનવું હતું કે, તેના પિતા તેની સાથે વાત કરે છે

રજિસ્ટરમાં જે લખ્યું હતું તે પરથી જાણવા મળ્યું કે, લલિતની અંદર ખૂબ જ મજબૂત અંધશ્રદ્ધા હતી કે તેના પિતા, જે 2007 માં મૃત્યુ પામ્યા હતા, તેમની સાથે વાત કરેછે.

લલિત માનતો હતો કે, તેના પિતાએ તેને ધાર્મિક વિધિ કરવા માટે કહ્યું હતું, જેનાથી પરિવારને ફાયદો થશે.

આ કેસમાં પોલીસે 11 જૂને કોર્ટમાં તેનો ક્લોઝર રિપોર્ટરજૂ કર્યો હતો અને કેસની આગામી સુનાવણી નવેમ્બરમાં થશે.

English summary
An incident that took place in Burari area of North Delhi in July 2018 three years ago caused a stir across the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X