• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં રહેતી અફઘાન મહિલા માટે તાલિબાને શા જાહેર કર્યું મોતનું ફરમાન?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ચાર વર્ષ પહેલા અફઘાનિસ્તાન છોડીને ભારતમાં આવેલી અફઘાન મહિલા માટે તાલિબાને જાહેરમાં 'મોતનું ફરમાન' બહાર પાડ્યું છે. જ્યારે મહિલાને ખબર પડી કે, તેનો પતિ સક્રિય તાલિબાન આતંકવાદી છે, ત્યારે તેણે તેને છૂટાછેડા આપી દીધા. જો કે, આ માટે તેમણે સખત લડવું પડ્યું હતું.

આ માટે તેન પરિવારના સભ્યોને પરેશાન કરવામાં આવ્યા, ધમકી આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં તેણી પોતાની બે પુત્રીઓ સાથે પોતાની હથેળી પર જીવ રાખીને ભાર આવવામાં સફળ રહી. તેની બે પુત્રીઓને તેના પતિએ તાલિબાનને પહેલેથી જ સોંપી દીધી હતી, જે વાતની જાણ તેને હતી.

તાલિબાને 'મોતનું ફરમાન' જાહેર કર્યું

અફઘાન મહિલા હયાત (નામ બદલ્યું છે) હાલમાં તેની બે પુત્રીઓ સાથે દિલ્હીમાં રહે છે. તેને કુલ ચાર પુત્રીઓ છે, જેમાંથી બે પુત્રી તેના પતિએ તાલિબાનને પહેલેથી જ વેચી દીધી હતી. હયાતના જણાવ્યા અનુસાર હવે તાલિબાને તેના મૃત્યુનો આદેશ જારી કર્યો છે, તેથી તે અફઘાનિસ્તાન પાછા જવાનો ડર અનુભવે છે. પતિને છૂટાછેડા આપવાને કારણે તાલિબાને આવી જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, તાલિબાને કાબુલ પર ફરીથી કબ્જો કર્યો ત્યારથી, મહિલાઓ તેના વિશે સૌથી વધુ ભયભીત છે અને આ જ કારણ છે કે, હજારો અફઘાન દેશ છોડીને ભાગી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાલિબાન આતંકવાદીઓ ઘરે ઘરે જઈને મહિલાઓ અને છોકરીઓને શોધી રહ્યા છે અને લગ્નના નામે તેમને બળજબરીથી લઈ જઈ રહ્યા છે. (પ્રથમ ચિત્ર - પ્રતીકાત્મક)

Taliban

પતિએ બે પુત્રીઓને તાલિબાનને સોંપી

તાલિબાનથી ડરેલી હયાત હાલમાં દિલ્હીમાં જીમ ટ્રેનર તરીકે કામ કરી રહ્યા છે, જેની મદદથી તેણે પોતાના માટે એક ઘર પણ બનાવ્યું છે, જ્યાં તે તેની બે પુત્રીઓ સાથે રહે છે. ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં તેણે પોતાની વ્યથા જણાવી છે કે, તેના પતિએ અગાઉ તેની બે દીકરીઓને તાલિબાનને વેચી દીધી હતી. હાલમાં તેની સાથે રહેતી બે પુત્રીઓ 13 અને 14 વર્ષની છે.

હયાતે જણાવ્યું કે, લગ્ન બાદ તેને ખબર પડી કે તેનો પતિ તાલિબાનનો સભ્ય છે. મારા પતિએ મને ચાર વખત છરી મારવાનો પ્રયાસ કર્યો હતો, જેના નિશાન હજૂ પણ મારા માથા, ગરદન અને આંગળીઓ પર દેખાય છે. હું મારી બે પુત્રીઓ વિશે જાણતી નથી, જે તાલિબાનને વેચી દેવામાં આવી હતી. મારા પતિએ મને જણાવ્યું કે, તે મારી બીજી બે દીકરીઓને પણ વેચી દેશે, ત્યારબાદ મારો અને મારી પુત્રીનો જીવ બચાવવા માટે મને અફઘાનિસ્તાન છોડવાની ફરજ પડી હતી.

તાલિબાનના ડરથી તેમના દેશમાં પરત ફરવા માંગતા નથી

જ્યારે હયાતને પૂછવામાં આવ્યું કે શું તે અફઘાનિસ્તાન પરત ફરવા માંગે છે? તેના જવાબમાં તેને જણાવ્યું કે, તે ક્યારેય તેના દેશમાં પાછો જવા માંગતી નથી. તેમના મતે, 'તાલિબાને મારા માટે 'મોતનું ફરમાન' જારી કર્યું છે. તેમને મારી બીજી બે દીકરીઓને પણ લઈ જશે.

આતંકવાદી સંગઠને જણાવ્યું છે કે, બાળકોને ખરીદવા માટે પૈસા ખર્ચવામાં આવ્યા છે, હવે તેમને અમારા છે'. મારી દીકરીઓના જીવનને જોખમમાં મૂકવાના ડરથી હું અફઘાનિસ્તાન પરત ફરી શકતી નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે અફઘાનિસ્તાનથી કેવી રીતે ભાગી ગઈ, તે સમયે અફઘાનિસ્તાન તાલિબાનના નિયંત્રણમાં ન હતું. હું વિઝા માટે અરજી કરતા પહેલા એક વખત ભારત આવી હતી, તેથી હું તેના વિશે થોડું જાણતી હતી. ઘણા લોકોએ મને ખૂબ મદદ કરી છે.

આ પહેલા પણ એક પોપ સ્ટાર આર્યનાએ પોતાની વ્યથા ઠાલવી હતી

આર્યના સઈદ અફઘાનિસ્તાનના મહિલા એક્ટીવીસ્ટ છે અને અફઘાનિસ્તાનમાં મહિલા અધિકારીઓ માટે લડતી અગ્રણી મહિલાઓમાંની એક છે. તેણે અફઘાનિસ્તાનમાં ત્રણ મુખ્ય ધારણાઓને તોડી નાખી હતી. જેમાં એવી માન્યતા હતી કે, મહિલાઓ અફઘાનિસ્તાનમાં ગીતો ગાઈ શકતી નથી, બીજી એવી હતી કે તેઓ હિજાબ વગર રહી શકતી નથી. ત્રીજી એવી હતી કે, મહિલાઓ સ્ટેડિયમમાં પ્રવેશી શકતી નથી. આર્યના સઈદ સ્ટેડિયમમાં ઉતરીને હજારોની ભીડ સમક્ષ રોકિંગ ગીત ગાયું અને હિજાબ વગર અફઘાનિસ્તાનમાં રહી હતી. જો કે, હવે જ્યારે તાલિબાનોએ દેશ પર કબ્જો જમાવી લીધો છે, ત્યારે તેણે અફઘાનિસ્તાન છોડી દીધું છે.

English summary
The Taliban has issued a "death warrant" for an Afghan woman who left Afghanistan for India four years ago. When the woman found out that her husband was an active Taliban terrorist, she divorced him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X
Desktop Bottom Promotion