For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં મહિલાને બંધક બનાવીને ગુજાર્યો સામૂહિક બળાત્કાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rape
નવી દિલ્હી, 20 જૂન: ગોકુલપુરી વિસ્તારમાં એક નવપરણિતાને બંધક બનાવીને ગેંગરેપનો કેસ પ્રકાશમાં આવ્યા બાદ ફરી દિલ્હી શરમજનક સ્થિતીમાં મુકાઇ ગયું છે. પીડિતાનો આરોપ છે કે જાનથી મારી નાખવાની ધમકી આપી ચાર વ્યક્તિઓએ ત્રણ દિવસ સુધી ઇજ્જત લૂંટતા રહ્યાં. બુધવારે આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ કેસ દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરી દિધી છે.

બીજી તરફ બે આરોપી હજુ સુધી ફરાર છે. કેસ દાખલ કરાવ્યા બાદ પીડિતાની મેડિકલ ચેકઅપ કરાવવામાં આવી હતી. જેમાં પણ દુષ્કર્મની પુષ્ટિ થઇ છે. પીડિત મહિલા બિહારની રહેવાસી છે.

પોલીસ સૂત્રોના દ્વારા મળતી માહિતી અનુસાર પીડિત મહિલાની એક મહિના પહેલાં લગ્ન થયા હતા. મેરઠમાં કામ-ધંધો સારો ન હોવાથી તે મુજફ્ફરનગર આવી હતી કામકાજની શોધમાં લોની પહોંચી હતી. જ્યાં તેને ચાર લોકોએ બંનેને નોકરી અને રહેવાસી વ્યવસ્થાનો દિલાસો આપી ગોકુલપુરીના જોહરીપુરી વિસ્તારમાં લઇ આવ્યાં હતા. અહીં પતિ-પત્નીને એક મકાનમાં બંધક બનાવીને ત્રણ દિવસ સુધી ઇજ્જત લૂંટતા રહ્યાં હતા.

આ લોકોએ તેમને ધમકી આપી હતી કે જો શોરબકોર મચાવ્યો તો તેમને જાનથી મારી નાખશે. બુધવારે આરોપીઓએ બંનેને બિહાર પરત ફરવાની સલાહ આપી હતી. પરંતુ પીડિતા રિક્ષામાં બેસીને રડી રહી હતી તો રીક્ષાચાલકના પૂછતાં તેને પોતાની આપવીતી જણાવી હતી. રિક્ષા ડ્રાઇવરે રેલવે સ્ટેશને લઇ જવાના બદલે સીધા ગોકુલપુરી પોલીસમથકે લઇ ગયો હતો. જ્યાં પીડિતાએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી સંભળાવી હતી અને દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો.

બીજી તરફ આપ પાર્ટીના કાર્યકર્તાઓએ પણ આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ વિરૂદ્ધ નારેબાજી કરી પ્રદર્શન કર્યું હતું. પોલીસે ભીડ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કાર્યો હતો અને કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ બાકીના બે આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે.

English summary
A 20-year-old woman, who had come to Delhi from Bihar with her husband to earn a living on Tuesday, was confined in a house in northeast Delhi’s Gokulpuri and allegedy gang raped by two men.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X