ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનુ રાજકીય સમિકરણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે, આજે વાત કરીએ ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક વિશે. આ બેઠકમાં ગાંધીનગર તાલુકાના ગામોનો સમાવેશ થાય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે, આજે વાત કરીએ ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક વિશે. આ બેઠકમાં ગાંધીનગર તાલુકાના ગામોનો સમાવેશ થાય છે.

Election

ગાંધીનગર જિલ્લામાં 5 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, દહેગામ, કલોલ અને માણસા બેઠક. જેમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક સામાન્ય રીતે ગાંધીનગર મહાનગરપાલિકા, અમદાવાદ મહાનગરપાલિકા અને ગાંધીનગરના ગામોનો સમાવેશ થાય છે. જે બેઠકમાં કૂલ 3.24 લાખ મતદારોનો સમાવેશ થાય છે અને 64.49 લાખ મતદાન મતકો આવેલા છે. સામાન્ય રીતે, આ રીતે જોવામાં આવે તો રાજ્યની સૌથી વધુ મતદારો ધરાવતી બેઠકો પૈકીની આ બેઠક છે.

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી 2012માં ભાજપના શંભુજી ઠાકોર વિજેતા થયા હતા. આ બેઠક પરથી કોંગ્રેસે ગોવિંદજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે, આ વખતે 2022ની ચૂંટણીમાં ભાજપમાંથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે, કોગ્રેસે હિમાંશું પટેલને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીમાંથી દોલત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે, આ બેઠક પર ત્રિપાંખીયો જંગ સર્જાયો છે.

ગાંધીનગર દક્ષિણના રાજકીય ગણિત પર નજર કરીએ, તો આ બેઠક પર ઠાકોર અને દલિત મતદારોનું વર્ચસ્વ રહ્યુ છે. આ ઉપરાંત પાટીદાર અને અન્ય મતદારો નિર્ણાયક સંખ્યામાં છે. દલિત અને ઠાકોર મતદારોના વર્ચસ્વની આ બેઠક પરથી ત્રિપાંખીયા જંગમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X