14 April Covid Update : જાણો દેશ, રાજ્ય અને રાજકોટમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ?

ભારતમાં ગુરૂવારના રોજ કુલ 1,007 નવા કોવિડ19 કેસ નોંધાયા છે, જેનાથી કોરોનાવાયરસની સંખ્યા 4,30,39,025 થઈ ગઈ છે.

14 April Covid Update : ભારતમાં ગુરૂવારના રોજ કુલ 1,007 નવા કોવિડ19 કેસ નોંધાયા છે, જેનાથી કોરોનાવાયરસની સંખ્યા 4,30,39,025 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 26 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જે મૃત્યુની કુલ સંખ્યા 5,21,736 પર લાવે છે.

કોરોના સંક્રમણના સક્રિય કેસની સંખ્યા વધુ ઘટીને 11,058 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ કેસ લોડના 0.03 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.76 ટકા રહ્યો છે. 24 કલાકના ગાળામાં સક્રિય કેસ લોડમાં 19 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક હકારાત્મકતા દર 0.25 ટકા અને સાપ્તાહિક હકારાત્મકતા દર 0.23 ટકા નોંધાયો હતો. આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,25,02,454 થઈ ગઈ છે, જ્યારે કેસમાં મૃત્યુદર 1.21 ટકા નોંધાયો હતો.

ભારતમાં કોરોનાની પરિસ્થિતિ

ભારતમાં કોરોનાની પરિસ્થિતિ

  • છેલ્લા 24 કલાકમાં 1,007 નવા કોવિડ19 કેસ નોંધાયા છે
  • ભારતમાં સક્રિય કોવિડ કેસલોડ હાલમાં 11,058 છે
  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 186.22 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
  • સક્રિય કેસ 0.03 ટકા છે
  • રિકવરી રેટ હાલમાં 98.76 ટકા છે
  • છેલ્લા 24 કલાકમાં 818 રિકવરીથી કુલ રિકવરી વધીને 4,25,06,228 થઈ ગઈ છે.
  • દૈનિક હકારાત્મકતા દર - 0.23 ટકા
  • સાપ્તાહિક હકારાત્મકતા દર - 0.25 ટકા
  • અત્યાર સુધીમાં કુલ 83.08 કરોડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે
  • છેલ્લા 24 કલાકમાં 4,34,877 ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.

આસાથે છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, ગાંધીનગરમાં 1 કેસ, અમદાવાદમાં 6 અને વડોદરામાં 3 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાંકુલ 12,13,018 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 156 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કેસ નોંધાયો નથી આ સાથે શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. આ સાથે જો રસીકરણની વાતકરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 2698 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 776 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X