18 march Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

રાજકોટ શહેરમાં ગુરૂવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે એકપણ દર્દી સ્વસ્થ થયો નથી. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

18 march Covid Update : રાજકોટ શહેરમાં ગુરૂવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે એકપણ દર્દી સ્વસ્થ થયો નથી. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં પણ એકેય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં 1 દર્દીઓ ડિસ્ચાર્જ થયો છે. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં ગુરૂવારના રોજ કોવિડ 19 ના 24 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.આ સાથેછેલ્લા 24 કલાકમાં 53 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા.

જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 14, વડોદરામાં 5, રાજકોટમાં 0, સુરતમાં2, ગાંધીનગરમાં 2 અને પાટણમાં 1 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,939 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,357 દર્દી સાજા થયા છે. હાલરાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 414 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,528 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,997 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આ સાથે 149 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

  • એક્ટિવ કેસ : 29,181 (0.08 ટકા)
  • કુલ રિકવરી : 4,24,58,543
  • મૃત્યુઆંક : 5,16,281
  • કુલ રસીકરણ : 1,80,97,94,58
અત્યાર સુધીમાં 4,24,58,543 કોવિડ રિકવરી

અત્યાર સુધીમાં 4,24,58,543 કોવિડ રિકવરી

શુક્રવારના રોજ સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,24,58,543 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો1,80,97,94,58 ને પાર પહોંચી ગયો છે.

આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની વાત કરીએ તો આ સંખ્યા 149 હતી. અત્યાર સુધીમાં આ આંકડો5,16,281 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X