19 April Covid Update : ભારતમાં આજે 1,247 કોવિડ કેસ નોંધાયા છે, 43 ટકાનો ઘટાડો

ભારતમાં મંગળવારના રોજ 1,247 નવા કોવિડ કેસ નોંધાયા છે. જે સોમવારની સરખામણીએ 43 ટકાનો ઘટાડો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં પણ 1 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધવામાં આવ્યું છે.

19 April Covid Update : ભારતમાં મંગળવારના રોજ 1,247 નવા કોવિડ કેસ નોંધાયા છે. જે સોમવારની સરખામણીએ 43 ટકાનો ઘટાડો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં પણ 1 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધવામાં આવ્યું છે, જે મૃત્યુની કુલ સંખ્યા 5,21,966 પર લાવે છે. દેશમાં સક્રિય કેસ 11,860 છે, જે કુલ કેસના 0.03 ટકા છે.

આ સમયગાળા દરમિયાન ડેઇલી પોઝિટિવિટી રેટ સોમવારના 0.31 ટકાથી વધીને 0.83 થયો છે. વીકલી પોઝિટિવિટી રેટમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. કારણ કે, તે હાલમાં 0.32 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 928 કોવિડ દર્દીઓ આ રોગમાંથી સાજા થયા છે. દેશમાં રોગચાળાની શરૂઆતથી રિકવરીનો કુલ આંકડો વધીને 4,25,11,701 પર પહોંચી ગયો છે. રિકવરી રેટ હાલમાં 98.76 ટકા છે.

ભારતમાં કોરોનાની પરિસ્થિતિ

ભારતમાં કોરોનાની પરિસ્થિતિ

  • છેલ્લા 24 કલાકમાં 1,247 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
  • છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુની સંખ્યા - 1
  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 186.72 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
  • ભારતમાં સક્રિય કેસલોડ હાલમાં 11,860 છે.
  • સક્રિય કેસ 0.03 ટકા છે
  • રિકવરી રેટ હાલમાં 98.76 ટકા છે
  • છેલ્લા 24 કલાકમાં 928 રિકવરીથી કુલ રિકવરી વધીને 4,25,11,701 થઈ ગઈ છે.
  • ડેઇલી પોઝિટિવિટી રેટ - 0.31 ટકા
  • વીકલી પોઝિટિવિટી રેટ - 0.34 ટકા
  • અત્યાર સુધીમાં કુલ 83.25 કરોડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે.
  • છેલ્લા 24 કલાકમાં 4,01,909 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.

આસાથે છેલ્લા 24 કલાકમાં 32 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 8, વડોદરામાં 2 અને ગાંધીનગરમાં 2 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ12,13,127 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 101 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કેસ નોંધાયો નથી આ સાથે શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. આ સાથે જો રસીકરણની વાતકરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 2730 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 925 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X