20 march Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
રાજકોટ શહેરમાં શનિવારના રોજ એક વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એક દર્દી સ્વસ્થ થયો છે. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
20 march Covid Update : રાજકોટ શહેરમાં શનિવારના રોજ એક વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એક દર્દી સ્વસ્થ થયો છે. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં પણ એકેય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં એકપણ ડિસ્ચાર્જ થયો નથી. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં શનિવારના રોજ કોવિડ 19 ના 17 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે છેલ્લા 24 કલાકમાં 43 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા.
જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 8, વડોદરામાં 3, રાજકોટમાં 1, સુરતમાં 0, ગાંધીનગરમાં 1, બનાસકાંઠામાં 2 અને ભરૂચમાં 1 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,939 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,448 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 358 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,761 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3196 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આ સાથે 127 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
- એક્ટિવ કેસ : 26,240
- કુલ કેસ : 4,70,093,780
- કુલ રિકવરી : 40,04,89,353
- મૃત્યુઆંક : 60,98,162
- કુલ રસીકરણ : 181.04

અત્યાર સુધીમાં 40,04,89,353 કોવિડ રિકવરી
રવિવારના રોજ સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 40,04,89,353 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો 181.04 ને પાર પહોંચી ગયો છે.
આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની વાત કરીએ તો આ સંખ્યા 127 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 60,98,162 છે.












Click it and Unblock the Notifications
