21 march Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

રાજકોટ શહેરમાં રવિવારના રોજ 5 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એક દર્દી સ્વસ્થ થયો છે. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં વધારો થયો છે.

21 march Covid Update : રાજકોટ શહેરમાં રવિવારના રોજ 5 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એક દર્દી સ્વસ્થ થયો છે. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં વધારો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં પણ એકેય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં એકપણ ડિસ્ચાર્જ થયો નથી. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં રવિવારના રોજ કોવિડ 19 ના 22 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.

આ સાથેછેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 8, વડોદરામાં 6, રાજકોટમાં 5, સુરતમાં1, ગાંધીનગરમાં 1 અને તાપીમાં 1 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,939 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,477 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાંએક્ટિવ કેસની સંખ્યા 351 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1549 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2652 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આ સાથે 31 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુપામ્યા છે.

  • એક્ટિવ કેસ : 25106
  • કુલ કેસ : 4,30,09,390
  • કુલ રિકવરી : 4,24,67,774
  • મૃત્યુઆંક : 5,16,510
  • કુલ રસીકરણ : 1,81,24,97,303
અત્યાર સુધીમાં 4,24,67,774 કોવિડ રિકવરી

અત્યાર સુધીમાં 4,24,67,774 કોવિડ રિકવરી

સોમવારના રોજ સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,24,67,774 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો1,81,24,97,303 પર પહોંચી ગયો છે.

આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની વાત કરીએ તો આ સંખ્યા 31 હતી. અત્યાર સુધીમાં આ આંકડો5,16,510 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X