25 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 2,124 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં કોરોના કેસની કુલ સંખ્યા 4,31,42,192 થઈ ગઈ છે.

25 may Covid Update : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 2,124 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં કોરોના કેસની કુલ સંખ્યા 4,31,42,192 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 14,971 થઈ ગયા છે. કોવિડ સંબંધિત મૃત્યુની સંખ્યા 5,24,507 પર પહોંચી છે, જેમાં 17 વધુ લોકો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.03 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.75 ટકા નોંધાયો હતો.

25 may ની ભારત કોરોના અપડેટ

25 may ની ભારત કોરોના અપડેટ

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,124 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે
  • કોવિડ-સંબંધિત મૃત્યુની સંખ્યા : 17
  • ભારતમાં સક્રિય કોવિડ કેસલોડ હાલમાં 14,971 છે
  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 192.67 કરોડ કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે
  • સક્રિય કેસ 0.03 ટકા છે
  • રિકવરી રેટ હાલમાં 98.75 ટકા છે
  • છેલ્લા 24 કલાકમાં 1,977 રિકવરી કુલ રિકવરી વધીને 4,26,02,714 થઈ છે
  • ડેઇલી પોઝિટિવ રેટ - 0.46 ટકા
  • વીકલી પોઝિટિવ રેટ - 0.49 ટકા
  • અત્યાર સુધીમાં કુલ 84.79 કરોડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે
  • છેલ્લા 24 કલાકમાં 4,58,924 ટેસ્ટ કરવામાં આવ્યા છે
25 may ની ગુજરાત કોરોના અપડેટ

25 may ની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 35 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના દર્દીનું મોત થયુંનથી.

આ સાથે છેલ્લા 24 કલાકમાં 31 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે જોશહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 24, વડોદરામાં 7, સુરતમાં 2 કેસ નોંધાયા છે. આ સાથેખેડા અને રાજકોટમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,837 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા186 થઇ છે. જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી, હાલ તમામ 186 દર્દીની હાલત સ્થિર છે.

25 may ની રાજકોટ કોરોના અપડેટ

25 may ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ શહેરી વિસ્તારમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોનથી. આ સાથે શહેરી વિસ્તારમાં 4 રિકવરી નોંધાઇ છે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાંઆવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1074 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1377 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X