1 march Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

રાજકોટ શહેરમાં મંગળવારના રોજ 4 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 14 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

1 march Covid Update : રાજકોટ શહેરમાં મંગળવારના રોજ 4 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 14 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં 2 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં 12 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં મંગળવારના રોજ કોવિડ 19 ના 117 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે 2 દર્દીના મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 344 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 61, વડોદરામાં 18, રાજકોટમાં 6, સુરતમાં 11, ગાંધીનગરમાં 6 અનેબનાસકાંઠામાં 3 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,930 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,09,878 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનીસંખ્યા 1820 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

ભારતમાં મંગળવારના રોજ છેલ્લા 24 કલાકમાં 6915 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 16864 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આ સાથે 180 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુપામ્યા છે.

  • એક્ટિવ કેસ : 92472 (0.22%)
  • કુલ રિકવરી : 4,23,24,550
  • મૃત્યુઆંક : 5,14,023
  • કુલ રસીકરણ : 1,77,70,83,050
અત્યાર સુધીમાં 4,23,24,550 કોવિડ રિકવરી

અત્યાર સુધીમાં 4,23,24,550 કોવિડ રિકવરી

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,23,24,550 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો 177.70 કરોડને પારપહોંચી ગયો છે.

મંગળવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના 18 લાખથી ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોનીવાત કરીએ તો આ સંખ્યા 180 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 5,14,023 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X