5 June Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ

દેશમાં રવિવારના રોજ ફરી એકવાર કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના 05 જૂન સુધીના આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના 4,270 નવા કેસમાંથી મોટો વધારો જોવા મળ્યો છે.

5 June Covid Update : દેશમાં રવિવારના રોજ ફરી એકવાર કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના 05 જૂન સુધીના આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના 4,270 નવા કેસમાંથી મોટો વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન એક જ દિવસમાં કોવિડ-19ને કારણે 15 લોકોના મોત થયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,619 લોકો કોરોનામુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસમાં કુલ સંક્રમણના 0.05 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.73 ટકા નોંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના સક્રિય કેસ લોડમાં 1,636 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ડેઇલી પોઝિટિવિટી રેટ 0.60 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 0.56 ટકા નોંધાયો હતો.

5 જૂનની ભારત કોવિડ અપડેટ

5 જૂનની ભારત કોવિડ અપડેટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે 8 કલાકે અપડેટ થયેલા ડેટામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દેશમાં 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યા1,636 વધીને 24,052 થઈ ગઈ છે. સક્રિય કેસ હવે કુલ સંક્રમણના 0.05 ટકા છે, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, કોરોના રિકવરી રેટ98.73 ટકા નોંધાયો છે.

5 June ની ગુજરાત કોરોના અપડેટ

5 June ની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 56 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 30 દર્દીઓ કોરોના મુક્તથયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવેતો, અમદાવાદમાં 26, વડોદરામાં 8 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, રાજકોટમાં 3 કેસ અને પાટણમાં 2 કેસ નોંધાયા છે. તેમજ ભાવનગર,જામનગર, દાહોદ અને સુરતમાં 1-1 કેસ નોંધાયા છે.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14,157 દર્દીસાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 293 થઇ છે. જે તમામની હાલત સ્થિર છે.

5 June ની રાજકોટ કોરોના અપડેટ

5 June ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ શહેરી વિસ્તારમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોનથી. આ સાથે શહેરી વિસ્તારમાં કે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી.

જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટશહેરી વિસ્તારમાં 1012 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 469 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X