6 June Covid Update : કોરોના સંક્રમણમાં ધરખમ વધારો
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારના રોજ (06 જૂન) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 4 હજાર 518 નવા કેસ નોંધાયા છે.
6 June Covid Update : ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારના રોજ (06 જૂન) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 4 હજાર 518 નવા કેસ નોંધાયા છે. આવા સમયે, કોવિડ19 થી એક દિવસમાં 9 લોકોના મોત થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,779 લોકો કોવિડ-19થી સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 25 હજાર 782 છે. દેશમાં કોરોના પોઝિટિવનો દર 34 દિવસ પછી 1 ટકાથી વધુ છે.

6 June ની ભારત કોવિડ અપડેટ
ભારતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 25 હજાર 782 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસમાં કુલ સંક્રમણના 0.06ટકાનો સમાવેશ થાય છે, જ્યારે કોરોના રિકવરી રેટ 98.73 ટકા નોંધાયો છે. દેશમાં 24 કલાકના ગાળામાં કોરોના સક્રિય કેસની સંખ્યામાં1,730 નો વધારો નોંધાયો છે.

દેશમાં પિઝિટિવિટી રેટ 1.62 ટકા છે
કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડેઇલી પોઝિટિવિટી રેટ 1.62 ટકા નોંધવામાં આવ્યો હતો, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 0.91ટકા હતો.
કોરોના વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,26,30,852 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુ દર 1.22 ટકા હતો. દેશમાંકોરોનાની કુલ સંખ્યા 4,31,81,335 છે. આવા સમયે, કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,24,701 છે.

કોરોના રસીકરણનો આંકડો 194.12 કરોડથી વધુ છે
દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 194.12 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાંકોરોનાનો આંકડો 7 ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ50 લાખને પાર કરી ગયો હતો.
આવા સમયે, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડનો આંકડો વટાવી ગયો હતો.
આ સાથે ગત વર્ષે 23 જૂનના રોજત્રણ કરોડનો આંકડો પાર કરી ગયો હતો. દેશ 4 મે ના રોજ બે કરોડનો આંકડો પાર કરી ગયો છે.

6 June ની ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 68 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 21 દર્દીઓ કોરોના મુક્તથયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવેતો, અમદાવાદમાં 42, વડોદરામાં 11 કેસ, રાજકોટમાં 4 કેસ નોંધાયા હતા. આ સાથે કચ્છ, મહેસાણા અને સુરતમાં 2-2 કેસ નોંધાય છે.તેમજ ભાવનગર, ગાંધીનગર, મોરબી, નવસારી અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયો છે.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આસાથે રાજ્યમાં કુલ 12,14,178 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 340 થઇ છે. જે તમામની હાલત સ્થિર છે.

6 June ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટ શહેરી વિસ્તારમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોનથી. આ સાથે શહેરી વિસ્તારમાં કે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી.
જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટશહેરી વિસ્તારમાં 1065 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 556 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.












Click it and Unblock the Notifications
