સૌરાષ્ટ્રમાં ચોમાસામાં 6 લોકોના મોત, લગભગ 5000 લોકોને ખસેડવામાં આવ્યા
સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી મોહાલ છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે નદીનાળા સાથે સાથે ડેમ પણ છલકાઇ રહ્યા છે.
રાજકોટ : સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી મોહાલ છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે નદીનાળા સાથે સાથે ડેમ પણ છલકાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં અતિભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને કારણે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં વરસાદની અછત સાથે આ ચોમાસાના સૌથી ભારે વરસાદને કારણે મોટી સંખ્યામાં ગામડાઓ પાણીમાં તણાઈ ગયા હતા. કારણ કે, સતત ધોધમાર વરસાદને કારણે પૂર આવ્યું હતું અને રાજકોટ અને જામનગર જિલ્લામાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું હતું. સત્તાવાર સૂત્રોએ વરસાદ સંબંધિત ઘટનાઓમાં બંને જિલ્લામાં છ લોકોના મોતની પુષ્ટિ કરી છે.
નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાનું શરૂ થતાં બંને જિલ્લામાં લગભગ 5,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને એરફોર્સની ટીમ દ્વારા 100 જેટલા ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. 50 જેટલા લોકોને જેમાં જામનગરમાં 35 ગામો ટાપુઓમાં ફેરવાઈ જતાં એરલિફ્ટ કરવાની ફરડ પડી હતી.
રાજકોટને અડીને આવેલા ઔદ્યોગિક ક્લસ્ટર લોધિકામાં સોમવારના રોજ લગભગ 516 mm સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. બંને શહેરોમાં ઓછામાં ઓછા 12 વાહનો તોફાની પાણી વહી ગયા હોવાથી કાર માલિકો માત્ર લાચારીથી જોઈ શકતા હતા. રાજકોટ અને જામનગર શહેરોના ઘણા વિસ્તારોમાં મુસાફરીનું એકમાત્ર માધ્યમ બોટ હતું. કારણ કે, સતત ધોધમાર વરસાદના કારણે તમામ મુખ્ય રસ્તાઓ, ગલીઓ અને અન્ડરપાસ પાણી હેઠળ હતા.
રાજકોટમાં, NDRFની એક ટીમ પંજાબથી લાવવી પડી હતી અને આજી 2 ડેમમાં પાણીનું સ્તર વધવાને કારણે પૂરનો ખતરો હોવાથી વધુ ટીમ બોલાવવામાં આવી છે.
વરસાદની અછત ઓછી થઇ
ગુજરાતમાં વરસાદની અછત છેલ્લા સપ્તાહમાં સારા સ્પેલને પગલે 14.5 ટકા જેટલી ઓછી થઈ છે. સોમવારની સાંજ સુધી રાજ્યમાં તેના મોસમી વરસાદનો 64.5 ટકા વરસાદ નોંધાયો હતો, જે 6 સપ્ટેમ્બરમાં 50 ટકાથી ઓછો હતો.
છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના કારણે અનેક ડેમ ઓવરફ્લો
- રાજકોટ જિલ્લામાં આવેલા સિંચાઈ વિભાગ હસ્તકના 25 પૈકીના 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે.
- રાજકોટ જિલ્લામાં સિઝનનો સરેરાશ 44.78 ટકા વરસાદ નોંધાયો છે.
- આજી ડેમ 2 ઓવરફ્લો થયો છે, જેની સપાટી 30.10 ફૂટ છે.
- આજી ડેમ 3 ઓવરફ્લો થયો છે, જેની સપાટી 26.70 ફૂટ છે.
- વેરી ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 9.40 ફૂટ છે.
- મોતીસર ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 14.80 ફૂટ છે.
- ખોડાપીપર ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 7.90 ફૂટ છે.
- છાપરવાડી-1 ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 14.50 ફૂટ છે.
છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 3 ઇંચ વરસાદ, તાલુકા પ્રમાણે વરસાદ
- ઉપલેટા 2.5 ઇંચ
- કોટડાસાંગાણી 2.5 ઇંચ
- ગોંડલ 5 ઇંચ
- જેતપુર 2.5 ઇંચ
- જસદણ 0 ઇંચ
- વીંછીયા 0 ઇંચ
- જામકંડોરણા 2.5 ઇંચ
- ધોરાજી 3 ઇંચ
- પડધરી 2.5 ઇંચ
- રાજકોટ સીટી 4.5 ઇંચ
- લોધિકા 5 ઇંચ
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
