For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 June Covid Update : કોરોના સંક્રમણમાં ધરખમ વધારો, જાણો રાજકોટ, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

ભારતમાં બુધવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 5,233 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે દેશમાં કોરોના સંક્રમણના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4,31,90,282 પર લઈ ગયા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

8 June Covid Update : ભારતમાં બુધવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 5,233 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે દેશમાં કોરોના સંક્રમણના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4,31,90,282 પર લઈ ગયા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં ડેઇલી પોઝિટિવિટી રેટ 1.62 ટકા જોવામાં આવ્યો હતો, જ્યારે વીકલી પોઝિટિવિટી 0.91 ટકા નોંધાયો હતો, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

સરકારી ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડને કારણે 7 મૃત્યુ સાથે કોરોના સંક્રમણના સક્રિય કેસ વધીને 28,857 થઈ ગયા છે અને મૃત્યુની સંખ્યા વધીને 5,24,715 થઈ ગઈ છે.

8 June ની ભારત કોવિડ અપડેટ

8 June ની ભારત કોવિડ અપડેટ

  • ભારતનો રિકવરી રેટ હાલમાં 98.72 ટકા છે.
  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 5,233 નવા કોવિડ કેસ અને 7 મૃત્યુ નોંધાયા છે
  • કર્ણાટકમાં કોવિડના નવા કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્રણ મહિનાના અંતરાલ બાદ 24 કલાકના ગાળામાં ઓછામાં ઓછા348 નવા કેસ નોંધાયા છે.
  • સક્રિય કેસ વધીને 28,857 થયા છે.
8 June ની ગુજરાત કોરોના અપડેટ

8 June ની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 72 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 53 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાંઆવે તો, અમદાવાદમાં 44, વડોદરા અને સુરતમાં 7-7 કેસ, રાજકોટમાં 4 કેસ, અરવલ્લી અને વલસાડમાં 2-2 કેસ નોંધાયા હતા. આ સાથેઆણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, ગીર સોમનાથ, મહેસાણ અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયો છે.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયોછે. આ સાથે રાજ્યમાં કુલ 12,14,280 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 363 થઇ છે. જે તમામની હાલત સ્થિર છે.

8 June ની રાજકોટ કોરોના અપડેટ

8 June ની રાજકોટ કોરોના અપડેટ

મંગળવારના રોજ ત્રણ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવતા રાજકોટ શહેરમાં કોવિડ-19ના કેસ વધવા લાગ્યા છે. આ સાથે રાજકોટના ગ્રામ્યવિસ્તારમાં પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના ડેટા અનુસાર, 2 જૂનથી શહેરમાં 15 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 2 જૂનથી કેસનોંધાવા લાગ્યા છે અને એક વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 3 જૂનના રોજ, વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 4 જૂનનારોજ સંખ્યા વધીને ત્રણ થઈ હતી.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આશિષ કુમારે જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ કેસ છૂટાછવાયા છે અને કોઈ ક્લસ્ટરમાં સંક્રમણ લાગ્યું નથી.અમે કેસની સંખ્યા પર નજર રાખી રહ્યા છીએ અને અમે જરૂરિયાત મુજબ પરીક્ષણ વધારીશું.

English summary
8 June Covid Update : know what is Corona Update in Rajkot, Gujarat and India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X