For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોટાદના એક ફાર્મમાં 20 વર્ષની યુવતી પર 18 દિવસ સુધી ગેંગરેપની ઘટનાથી ચકચાર

20 વર્ષની એક યુવતી પર ત્રણ નરાધમોએ બોટાદ જિલ્લાના એક ફાર્મ હાઉસમાં 18 દિવસ સુધી ગેંગરેપ કરવાની શરમજનક ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ 20 વર્ષની એક યુવતી પર ત્રણ નરાધમોએ બોટાદ જિલ્લાના એક ફાર્મ હાઉસમાં 18 દિવસ સુધી ગેંગરેપ કરવાની શરમજનક ઘટના સામે આવી છે. કિશોરીએ હાલમાં જ ધોરણ 12 સાયન્સની પરીક્ષા પાસ કરી છે અને તે નીટ માટેની તૈયારી કરી રહી છે. આરોપીઓને પોલિસે પકડી લીધા છે અને ભોગ બનનાર યુવતીને જામનગરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.

rape

મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાની એક યુવતીને 18 દિવસ સુધી વાડીમાં ગોંધી રાખીને 3 વ્યક્તિએ અવાનનવાર દુષ્કર્મ કર્યુ અને માર મારીને તેને ધમકી આપી જામનગર મોકલી દીધી હતી. આ ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. બનાવની વિગત મુજબ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામે રહેતો ઈન્દ્રજીતસિંહ બાબભાઈ ખાચર, જયવીરસિંહ જગુભાઈ ખાચર, સત્યદીપસિંહ બાબભાઈ ખાચર નામના ત્રણ નરાધમોએ એક યુવતીને ઈન્દ્રજીતસિંહ ખાચરની વાડીની ઓરડીમાં લઈ જઈને ગેરકાયદે રીતે 18 દિવસ સુધી ગોંધી રાખી હતી. આ શખ્શોએ આડેધડ પડખાના ભાગે પાટા મારીને તેને મુઢ માર માર્યો હતો અને તેના માતાપિતા અને ભત્રીજાને મારી નાખવાની ધમકી આપી હતી.

આ શખ્શો યુવતીને માર મારીને ધાક-ધમકી આપી, બળજબરીથી નશો કરાવીને તેની મરજી વિરુદ્ધ વારાફરથી અનેક વાર બળાત્કાર કરતા હતા. આ દરમિયાન યુવતીએ યુવતીએ ઘરે જવા માટે આજીજી કરતા શખ્શોએ ઘરે જવાના બદલે જામનગર જતુ રહેવાનુ અને કોઈને વાત ન કરવાનુ કહેતા શખ્તો કારમાં પાળિયાદથી જસદણની બસમાં બેસાડી દેતા યુવતી જસદણ પહોંચ્યા બાદ રાજકોટ અને રાજકોટથી જામનગર પહોંચી હતી. છેવટે સમગ્ર ઘટના અંગે યુવતીએ ત્રણેય શખ્શો ઈન્દ્રજીતસિંહ બાબભાઈ ખાચર, જયવીરસિંહ જગુભાઈ ખાચર, સત્યદીપસિંહ બાબભાઈ ખાચર(આળવ, રાણપુરના રહેવાસી) વિરુદ્ધ રાણપુર પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવને લઈને બોટાદ ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરીને અળવ ગામના ત્રણેય શખ્શોને સકંજામાં લઈ લીધા છે અને યુવતીને જામનગરની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

English summary
A 20-year-old girl gang-raped for 18 days on a farm in Botad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X