રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓને ત્યાં એસીબીના દરોડા
Rajkot Game Zone Fire Incident: રાજકોટ અગ્નિકાંડમાં ગેમઝોનને જે અઘિકારીઓએ મંજૂરી આપી તેમની ભૂમિકાની તપાસ શરુ કરી દેવામાં આવી છે, ગેમઝોનના અસ્તિત્વથી શરુ કરીને અત્યાર સુધી જે અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ છે તે અંગે તાપસ શરુ થઈ ગઈ છે.
એસીબીના એડિશનલ ડાયરેક્ટર બિપિન આહિરના નેતૃત્વ હેઠળ એસીબીની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યૂરોનુ ઑપરેશન શરુ થઈ ચૂક્યુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં એસીબી ત્રાટક્યુ છે. રાત સુધીમાં અનેક સ્થળોએ એસીબીના દરોડા પડી શકે છે.
સીનિયર IAS અને IPS અધિકારીઓની ભૂમિકા અને સંપત્તિની પણ તપાસ કરાશે. સત્તાનો દુરુપયોગ અને આવક કરતા વધુ સંપત્તિ અંગે કેટલાક અધિકારીઓ તેમજ કર્મચારીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ પછી જવાબદાર અધિકારીઓને પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ હેઠળ જેલમાં ધકેલાયા હતા.












Click it and Unblock the Notifications
