For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધ્રાંગધ્રા નજીક અકસ્માતમાં 1નું મોત, 4 ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસે શનિવારની વહેલી સવારે એક ટ્રક સાથે અથડાતા કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય ચાર લોકો દાઝી ગયા હતા.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસે શનિવારની વહેલી સવારે એક ટ્રક સાથે અથડાતા કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય ચાર લોકો દાઝી ગયા હતા. આ અકસ્માતને કારણે આખો દિવસ કચ્છ-અમદાવાદ વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાયો હતો.

accident

મિથેનોલ ભરેલું ટેન્કર મુંદ્રાથી અમદાવાદ આવી રહ્યું હતું, જ્યારે ટ્રક અમદાવાદથી જઈ રહી હતી. આ ટ્રકને નજીકથી અનુસરતી અન્ય બે ટ્રકો પણ એક પછી એક તેની સાથે અથડાઈ હતી અને ત્રણેય ટ્રકમાં આગ લાગી હતી.

આ અકસ્માત હરીપર ગામ નજીક રેલવે ઓવરબ્રિજ પાસે થયો હતો. આ ઓવરબ્રિજ ફોર-લેન હાઇવે પર બે લેનનો પટ છે અને તે સ્થળ અકસ્માત સંભાવિત વિસ્તાર છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર જે. બી. મીઠાપરાએ જણાવ્યું હતું કે, આ ટેન્કર એક ટ્રક સાથે અથડાયું હતું અને તેના કારણે તેમાં આગ લાગી હતી. ટેન્કર ચાલક બહાર ન આવી શક્યો અને દાઝી ગયો હતો. મૃતક ડ્રાઈવરની ઓળખ ભંવરરામ ચૌધરી (22) તરીકે થઈ છે. દાઝી ગયેલા ચાર લોકો અન્ય વાહનોના હતા.

આગને કાબૂમાં લેવા માટે સુરેન્દ્રનગર, હળવદ, વિરમગામ અને ધ્રાંગધ્રાના ફાયર ટેન્ડરોને બોલાવવામાં આવ્યા હતા અને શનિવારની સવારે 10 વાગ્યા સુધીમાં જ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. અકસ્માતમાં શામેલ વાહનોને સવારે 10 વાગ્યા પછી જ રસ્તા પરથી હટાવી શકાયા હતા. જે કારણે આખી રાત ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી.

જ્યારે ટેન્કરને રસ્તાની બાજુમાં ખસેડવામાં આવી રહી હતી, ત્યારે મિથેનોલ ફરીથી લીક થવાથી રસ્તો સાફ કરવામાં રોકાયેલા અર્થમૂવર્સમાં પણ આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડ દ્વારા આ આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે ટેન્કરને હટાવતા પહેલા સમગ્ર મિથેનોલ કન્સાઈનમેન્ટને બાષ્પીભવન કરવાનો નિર્ણય લીધો હતો. આ અકસ્માતના કારણે વહેલી સવારથી મોડી સાંજ સુધીમાં કચ્છ-અમદાવાદ હાઈવે પર બંને બાજુ વાહનોનો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ટ્રક અને બસો ટ્રાફિક ક્લિયર થવાની રાહ જોતા ઉભા રહ્યા

જામને કારણે, કાર તેમની આગળની મુસાફરી પર આગળ વધવા માટે આંતરિક રસ્તાઓ પસંદ કર્યા હતા, જેમ કે સરવાળ અને ખેરવા પર થઇને નીકળતા રસ્તા જે કારણે ત્યા ટ્રાફિક વધુ રહ્યો હતો. જ્યારે ટ્રક અને બસો ટ્રાફિક ક્લિયર થવાની રાહ જોતા ઉભા રહ્યા હતા.

English summary
accident occurred near Dhrangadhra, 1 dead, 4 injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X