કૃષિ મંત્રી રાઘવજી પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા
Agriculture Minister Raghavji Patel Health update: ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જે કારણે તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
કૃષિ મંત્રી રાઘવજી પટેલ છેલ્લા 18 દિવસથી આઈસીયુમાં સારવાર લઇ રહ્યા હતા. કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબીયત સ્વસ્થ હોવાના કારણે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ડૉક્ટર્સ દ્વારા તેમને બુકે આપવામાં આવ્યો હતો અને રાઘવજી પટેલને સારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરના પસાયા બેરાજા ખાતે યોજાઇ રહેલા ગામ ચલો અભિયાન કાર્યક્રમ દરમિયાન રાધવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. કૃષિ મંત્રી રાઘવજી પટેલની ખબર અંતર પૂછવા માટે ભાજપના અનેક નેતાઓ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ સાથે કૃષિ મંત્રી રાધવજી પટેલના ખબરઅંતર પૂછવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવ્યા હતા.












Click it and Unblock the Notifications
