For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્રમાં ભાજપ દ્વારા કેજરીવાલનું પૂતળાં દહન, કાશ્મીર ફાઇલ્સ મુદ્દે રોષ

બહુચર્ચિત 'કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ અંગે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સૌરાષ્ટ્ર ભાજપમાં રોષની લાગણી વ્યાપી છે.

|
Google Oneindia Gujarati News

બહુચર્ચિત 'કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ અંગે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સૌરાષ્ટ્ર ભાજપમાં રોષની લાગણી વ્યાપી રહી છે. ભાજપ દ્વારા રાજકોટ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં ઠેરઠેર કેજરીવાલને પુતળા સળગાવી, કેજરીવાલના પોસ્ટરો કચડીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

arvind Kejriwal

રાજકોટમાં યુવા ભાજપ દ્વારા કિસાનપરા ચોકમાં કેજરીવાલનું પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર ભાજપના જણાવ્યા અનુસાર ગુજરાતના અમદાવાદ સહિત તમામ શહેરોમાં શનિવારની મોડી સાંજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દેશવિરોધી, હિન્દુવિરોધી છે, તેમ કહીને પૂતળાદહન સાથે સુત્રોચ્ચારો કરાયા હતા.

પોરબંદરમાં જિલ્લા ભાજપ યુવા મોરચાએ કેજરીવાલના પોસ્ટરો પર લાલ ચોકડી મારી હતી. પોસ્ટરને રોડ પર ફેંકી બૂટચપ્પલ મારીને રોષ વ્યક્ત કર્યો હતો. પૂતળું પોલીસે આંચકી લેતા તેનું દહન થઇ શક્યું ન હતું.

ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી ફિલ્મના પોસ્ટર લગાવે છે. દેશના પ્રધાનમંત્રીએ વિવેક અગ્નિહોત્રી (કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના લેખક, દિર્ગદર્શક)ના ચરણનું શરણ લેવું પડે એનો મતલબ એ કે આઠ વર્ષમાં પ્રધાનમંત્રીએ કંઇ કર્યું નહીં એવો આપેક્ષ કર્યો હતો જે સામે ભાજપમાં તીવ્ર રોષની લાગણી જન્મી છે.

કેજરીવાલ આ ઉપરાંત આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની ક્યા જરૂર છે, તેને યુટ્યુબ પર મૂકી દો એટલે બધા ફ્રીમાં જ જોઇ શકશે એવા કટાક્ષ પણ કર્યો હતો. કેજરીવાલના આ ભાષણનો વીડિયો વાયરલ થયો હતો.

English summary
BJP burns Kejriwal's idols in Saurashtra, outrage over Kashmir files
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X