For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ નેતાના પુત્રએ આપી જાનથી મારી નાખવાની ધમકી

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પીડિત મહિપત ડાંગરે, જેઓ મટિરિયલ્સ હેન્ડલિંગના વ્યવસાયમાં રોકાયેલા છે, આરોપ લગાવ્યો હતો કે, આરોપી સુરેશ ચાવડાએ 150 ફૂટ રિંગ રોડ પર તેની ઓફિસમાં તોડફોડ કરી હતી.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : સ્થાનિક ભાજપના નેતાના પુત્રએ એક વેપારીને રૂપિયા 1.25 કરોડ ચૂકવવા માટે કથિત રીતે ધમકી આપ્યા બાદ મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

bjp

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પીડિત મહિપત ડાંગરે, જેઓ મટિરિયલ્સ હેન્ડલિંગના વ્યવસાયમાં રોકાયેલા છે, આરોપ લગાવ્યો હતો કે, આરોપી સુરેશ ચાવડાએ 150 ફૂટ રિંગ રોડ પર તેની ઓફિસમાં તોડફોડ કરી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સુરેશના પિતા નાગદાન રાજકોટ જિલ્લા ભાજપના મહાસચિવ છે, તેમ પણ ડાંગરે તેની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું.

નાગદાન અને ફરિયાદીનો ભાઈ સગા છે અને સુરેશ અવારનવાર ડાંગરની ઓફિસે જતો હતો. લગભગ ચાર વર્ષ પહેલા ડાંગરને પૈસાની જરૂર હતી અને સુરેશે તેને 49 લાખ રૂપિયાની મદદ કરવાની ઓફર કરી હતી કે, તેને કોઈ વ્યાજ નથી જોઈતું પરંતુ તે પૈસા પાછળથી જોઈશે. જોકે, સુરેશે તેની પાસેથી વ્યાજની માંગણી શરૂ કરી અને તેણે રૂપિયા 1.92 કરોડ ચૂકવ્યા હતા, પરંતુ સુરેશ તેની પાસેથી 1.25 કરોડ રૂપિયા વધુ માંગી રહ્યો હતો.

રવિવારના રોજ સુરેશે કથિત રીતે તેની ઓફિસમાં તોડફોડ કરી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

English summary
BJP leader's son gave threatens to kill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X