Rajkot: રાજકોટના વેપારીએ કરી 68 કરોડની GST ચોરી, ધરપકડ

Rajkot: રાજકોટના CGST ના નિવારક વિભાગ દ્વારા જામનગરમાં બ્રાસ અને કોપરના ભંગારના વેપારીની રૂપિયા 67.72 કરોડની કથિત કરચોરી બદલ ધરપકડ કરવામાં આવી હતી.

સ્ક્રેપ ટ્રેડિંગ ફર્મના માલિક પરાગ હરિયાએ 2017થી GST રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ છેલ્લા બે વર્ષથી તે ફેક ઇન્વૉઇસ ઇશ્યૂ કરવામાં અને મેળવવામાં સામેલ હતો. ઉલ્લેખનીય છે કે, બ્રાસ પર 18 ટકા ટેક્સ લાગે છે.

GST

બોગસ બિલોનો ઉપયોગ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને વધુ ખર્ચ બતાવીને આવકવેરો ટાળવા માટે કરવામાં આવ્યો હતો.

ઇન્વોઇસ વધાર્યા બાદ વેપારીઓએ માલના પરિવહન માટે ઇ-વે બિલ જનરેટ કરવું જરૂરી છે, પરંતુ આ કિસ્સામાં ઈ-વે બિલમાં દર્શાવવામાં આવેલા વાહનો ન તો ચેકપોસ્ટ પરથી પસાર થયા હતા કે ન તો માલવાહક હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, બનાવટી ઇન્વૉઇસ ખરીદનાર ઇન્વૉઇસના આધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો દાવો કરે છે. એન્ટ્રીઓ સાચી છે, તે બતાવવા માટે બેંકિંગ ચેનલ દ્વારા ચૂકવણીની આપ-લે કરવામાં આવે છે, પરંતુ ચુકવણી મેળવનાર તેનું કમિશન કાપ્યા પછી આંગડિયા દ્વારા પૈસા પાછા આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X