રાજકોટમાં કોફી વિથ ડીસ્ટ્રીક્ટ એડમિનિસ્ટ્રેશનનો કાર્યક્રમ યોજાયો, 250થી વધુ વિદ્યાર્થિનીઓએ ભાગ

Rajkot: રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત કોફી વિથ ડિસ્ટ્રીક્ટ એડમિનીસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં IAS, IPS, GSSGAS કેડરના અધિકારીઓએ 250 થી વધુ યુવતીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે સ્પીપા (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનીસ્ટ્રેશન)ના નિષ્ણાંતશ્રી ડૉ. હિરેનભાઈ જોગીએ GPSC અને UPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંદર્ભે દીકરીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. તેમજ વિદ્યાર્થીનીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?, કયા વિષયને વધુ વેઇટેજ આપવું?, સમયનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું?, માનસિક તાણનો સામનો કઈ રીતે કરવો?, એક્ઝામ ક્રેક કરવા માટે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? વગેરેનીને વિગતવાર ચર્ચા કરી હતી.

Coffee with District Administration program

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી (IAS) એ પ્રેરણાત્મક પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓ અને વહીવટી તંત્રમાં ફરજ નિભાવતા અધિકારીઓ વચ્ચેના અંતરને દૂર કરવાનો આ સરસ અવસર છે. સનદી અધિકારી બનવા વાચન, મહેનત અને એકાગ્રતા ખૂબ જરૂરી છે.

ઉચ્ચ હોદેદારોએ સ્પર્ધાત્મક પરીક્ષા ઉતીર્ણ કરવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે, એ રીતે પરિશ્રમના સથવારે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દીકરો અને દીકરી એક સમાનની નેમ સાથે દીકરીઓને પણ શિક્ષિત અને સશક્ત કરવા પ્રતિબદ્ધ છે. ત્યારે વહીવટી માળખા અને કામગીરીને સમજવાનો અને અધિકારીઓના જીવનસંઘર્ષ પરથી શીખ મેળવવાનો આહતવનો પ્રસંગ છે.

આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસશ્રી વિધિ ચૌધરી (IAS)એ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક ક્ષણને યાદ કરીને રામ અને રાવણના યુદ્ધ સમયે શ્રીરામની શક્તિપૂજાનો પ્રસંગ વર્ણવતા કહ્યું હતું કે, ભગવાન શ્રીરામનો યુદ્ધ કરવાનો હેતુ સત્યના અસત્ય પર વિજયનો હતો. તેથી, સંકલ્પ સિદ્ધ કરવા માટે ભાવના સારી હોવી જોઈએ. આ માટે કોશિશ પૂરી હોવી જોઈએ. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે નેવર ગીવ અપ, ટ્રાય ટુ લર્ન ન્યુ થીંગ્સ, બી કયુરિયસ જેવી સક્સેસની ફોર્મ્યુલા અપનાવવાની આવશ્યકતા છે. તેમજ ડેડિકેશન અને ડિવોશન સાથે કરેલી મહેનત ચોક્કસ રંગ લાવે છે.

સ્પીપાના ફેકલ્ટી ડૉ. હિરેનભાઈ જોગીએ જણાવ્યું હતું કે, મહિલાઓની સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવા અને સ્ત્રીઓના સશક્તિકરણ માટે વધુમાં વધુ મહિલાઓ તંત્ર સાથે જોડાય, તે જરૂરી છે. વિદ્યાર્થીનીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પહેલાં પોતાની જાતને Why, What અને How ના પ્રશ્નો કરીને વિઝન સ્પષ્ટ કરવું જોઈએ. તેમજ ઇન્ટરનેટના યુગમાં કોઈપણ ઇન્ફોર્મેશન એકત્ર કરવાને બદલે જનરલ નોલેજ વધારવા પર ધ્યાન આપવું જોઈએ.

આ કાર્યક્રમમાં શહેર પ્રાંત અધિકારી નિશા ચૌધરી (IAS), ગ્રામ્ય પ્રાંત અધિકારી દેવાહુતીબેન (IAS), ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ (IPS), ગોંડલ પ્રાંત અધિકારી રાહુલ ગમારા (GAS), અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણના ડેપ્યુટી ડાયરેક્ટર આનંદબા ખાચર (GAS)એ વિદ્યાર્થીનીઓને વહીવટી તંત્રમાં સહભાગી બનવા દિશાસૂચન પૂરી પાડી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ થવા જુસ્સો અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા.

મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો આરંભ કરાયો હતો. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવેએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સીમાબેન શિંગાળાએ બેટી બચાઓ, બેટી પઢાઓનું પ્રતિજ્ઞા વાંચન કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X