Covid Update of 10 march : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

રાજકોટ શહેરમાં બુધવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો, જ્યારે 2 દર્દી સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

Covid Update of 10 march : રાજકોટ શહેરમાં બુધવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો, જ્યારે 2 દર્દી સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે રાજકોટ ગ્રામ્યમાં પણ એકેય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો.

આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં એકપણ કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થયો નથી. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં બુધવારના રોજ કોવિડ 19 ના 58 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.

આસાથે છેલ્લા 24 કલાકમાં 112 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 27, વડોદરામાં 11, રાજકોટમાં 0,સુરતમાં 02, ગાંધીનગરમાં 5 અને બનાસકાંઠામાં 1 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,938 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,11,818 દર્દી સાજા થયાછે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 662 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરૂવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોનાના 4,184 નવા કેસ નોંધાયા છેઅને છેલ્લા 24 કલાકમાં 104 લોકોના મોત થયા છે, જ્યારે 6554 લોકો સાજા થયા છે.

હાલમાં કોરોનાના સક્રિય કેસ 44,488 છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં4,24,20,120 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે મૃત્યુઆંક 515,459 પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 1,79,53,95,649 લોકોને રસી આપવામાં આવી છે.

કોરોનાની ચોથી લહેરનો ખતરો

કોરોનાની ચોથી લહેરનો ખતરો

દેશમાં કોરોનાના ત્રણ ભયંકર લહેર જોવા મળ્યા છે. હવે લોકો કોરોનાની ચોથી લહેરથી ડરી રહ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન રિસર્ચ ઓફનોન-કમ્યુનિકેબલ ડિસીઝના ડિરેક્ટર અને કોમ્યુનિટી મેડિસિન નિષ્ણાત ડો. અરુણ શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં તમામ દેશોએ કોરોનાના નવા પ્રકારો જોયાછે, પરંતુ કોરોનાની ચોથી લહેરની ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ છે. અન્ય દેશોમાં 80 ટકા વસ્તીને પણ રસી આપવામાં આવી છે.

આવી સ્થિતિમાં એવી અપેક્ષારાખવામાં આવે છે કે, કોરોનાની ચોથી લહેર વધુ ખતરનાક નહીં હોય પરંતુ આપણે કોરાના માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ અને બેદરકાર ન રહેવું જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X