For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyber Crime news : રાજકોટમાં કિશોરી સાથે સાયબર સ્ટૉકિંગ, બે આરોપીની ધરપકડ

રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બુધવારના રોજ કિશોરીઓના ફોટા સોશિયલ મીડિયા પર મોર્ફ કરીને તેમના સાયબર સ્ટૉકિંગના આરોપસર બે શખ્સોની અલગ-અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

Cyber Crime news : રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બુધવારના રોજ કિશોરીઓના ફોટા સોશિયલ મીડિયા પર મોર્ફ કરીને તેમના સાયબર સ્ટૉકિંગના આરોપસર બે શખ્સોની અલગ-અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ, જેઓ બંને કેસમાં 20ના દાયકાના મધ્યમાં છે, તેમણે સગીર છોકરીઓની તસવીરો મોર્ફ કરી હતી અને તેમને અશ્લીલ ફોટો મોકલીને હેરાન કર્યા હતા.

aressted

પહેલા કેસમાં પોલીસે ભગવતીપરાના રહેવાસી એજાઝ ઉર્ફે સોયેબ ભાડુલા (25)ની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શાકભાજી વિક્રેતા એજાઝે 31 ડિસેમ્બર, 2021ના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ધોરણ 11ની છોકરીની તસવીરો ડાઉનલોડ કરી હતી. તેણે તસવીરને મોર્ફ કરીને તેણે બનાવેલા અન્ય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. તેના એકાઉન્ટનો ઉપયોગ કરીને એજાઝ ટીનેજ છોકરીને મોર્ફ કરેલી તસવીરો મોકલતો હતો.

બીજા કિસ્સામાં, પોલીસે જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાં રહેતા નિલેશ ખાખરા (28)ની રાજકોટની 16 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયા પર ત્રાસ આપવા બદલ ધરપકડ કરી હતી. નિલેશ, જે બેરોજગાર છે, તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી યુવતીની તસવીરો ડાઉનલોડ કરી હતી અને તેને નગ્ન મોડલની તસવીરો સાથે મોર્ફ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, નિલેશે પીડિતાને તેની નગ્ન તસવીરો મોકલવાનું પણ કહ્યું હતું, જેને તે છેલ્લા બે મહિનાથી અવગણી રહી હતી.

જ્યારે છોકરીના પિતાને ઓનલાઈન હેરાનગતિની જાણ થઈ તો તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. બંને આરોપીઓ સામે IPC કલમ 354 (a) (b), 66 (c) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

English summary
Cyber Crime news : Cyber stacking with two teenager, two accused arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X