શાળાઓને કોવિડના ધોરણોનું પાલન કરવા DEOએ કર્યો અનુરોધ
રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) એ શાળાઓને કોવિડ માર્ગદર્શિકા જે અમલમાં છે, તેનું પાલન કરવા માટે જણાવ્યું છે. DEO શાળાઓને વિદ્યાર્થીઓ શાળાના પરિસરમાં યોગ્ય માસ્ક પહેરે તે જોવા જણાવ્યું છે.
રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) એ શાળાઓને કોવિડ માર્ગદર્શિકા જે અમલમાં છે, તેનું પાલન કરવા માટે જણાવ્યું છે. DEO શાળાઓને વિદ્યાર્થીઓ શાળાના પરિસરમાં યોગ્ય માસ્ક પહેરે તે જોવા જણાવ્યું છે. આ સૂચના શાળાઓના વોટ્સએપ ગ્રુપ પર પોસ્ટ કરવામાં આવી હતી અને છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં કોવિડના વધતા કેસોને પગલે આ સૂચના આપવામાં આવી છે.

રાજકોટના DEO બી. એસ. કૈલાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વતચીતમાં જણાવ્યું કે, ચોમાસા અને કોરોના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મેં શાળાઓને બાળકોના સ્વાસ્થ્યની વધારાની કાળજી લેવા અને કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. બાળકો અને શિક્ષકો બંનેએ માસ્ક પહેરવા જોઈએ.
DEO એ વાલીઓને પણ વિનંતી કરી હતી કે, જો તેઓ બીમાર હોય તો તેમના બાળકોને શાળાએ ન મોકલે. તેમણે શાળાઓને એ જોવા માટે પણ જણાવ્યું હતું કે, પાત્ર વિદ્યાર્થીઓને રસી આપવામાં આવે, જે કોવિડ સંક્રમણના કિસ્સામાં ગંભીર બીમારીનું જોખમ ઘટાડશે.












Click it and Unblock the Notifications
