For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના પહેલા આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં કેવી રીતે ઈલાજ થશે, જાણો

દેશના પહેલા આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં કેવી રીતે ઈલાજ થશે, જાણો

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ દેશનું પહેલું આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં શરૂ થઈ ચૂક્યું છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને અહીં લાવવામાં આવશે. જે બાદ આ સેન્ટરમાં આયુર્વેદિક દવાઓ દ્વારા તેમનો ઉપચાર કરવામાં આવશે. લોકોને કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત કરવા માટે તેમની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના પ્રયાસો કરવામાં આવશે.

દેશનું પહેલું આયુર્વેદિક કોવિડ કેર સેંટર

દેશનું પહેલું આયુર્વેદિક કોવિડ કેર સેંટર

રાજકોટ મહાગરપાલિકાના એક અધિકારીએ કહ્યું કે, આ સેંટર રાજકોટના એનજીઓ અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી શરૂ કરવામા આવ્યું છે, જેને રાજકોટ મહાનગરપાલિકા તરફથી મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ ભારતનું પહેલું આયુર્વેદિક કોવિડ કોર સેન્ટર છે. જે લોકોને બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

કયા દર્દીઓને સુવિધા મળશે

કયા દર્દીઓને સુવિધા મળશે

આ સેંટરોમાં કોરોનાના દર્દીઓનો આયુર્વેદિક અને પંચગવ્ય દવાઓ આપી ઉપચાર થશે. જે દર્દીઓ ઘરે આઈસોલેશનમાં રહેવા નથી માંગતા અથવા તો હોસ્પિટલે દાખલ થવા નથી માંગતા તેવા દર્દીઓ આ આયુર્વેદિક કેર સેંટરમાં દાખલ થઈ શકે છે. તેમના માટે અહીં કેટલીય સુવિધાઓ હશે. કહેવાઈ રહ્યું છે કે તેમના ઉપચાર માટે સંપૂર્ણ પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો છે.

કોરોના સંબંધિત રિસર્ચ પણ થશે

કોરોના સંબંધિત રિસર્ચ પણ થશે

ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડૉ વલ્લભ કથીરિયા મુજબ આ કોવિડ કેર સેંટરમાં આયુષ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા દિશા નિર્દેશો અંતર્ગત ઉપચાર કરવામાં આવશે. અહીં દર્દીઓનો ઈલાજ ચિકિત્સકોની ટીમ જ કરશે.

15 દિવસમાં તૂટ્યા લગ્ન, દુઃખને તાકાત બનાવી IAS બન્યા કોમલ ગણાત્રા15 દિવસમાં તૂટ્યા લગ્ન, દુઃખને તાકાત બનાવી IAS બન્યા કોમલ ગણાત્રા

English summary
here is how diseased will be treated in ayurvedic covid care centre, rajkot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X