
સૌરાષ્ટ્રમાં કઈ પાર્ટીને કેટલી સીટ? જાણો ABP-C વોટર સર્વેના આંકડા
રાજકોટ : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન પુરુ થયા બાદ સતત વિવિધ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. આ તમામ સર્વેમાં ગુજરાતમાં બીજેપી વાપસી કરતી જોવા મળી રહી છે. જો કે સત્ય તો પરિણામ આવ્યા બાદ જ સામે આવશે.
ગુજરાતના આંકડા સામે આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રનો મોટો રોલ રહે છે. ગુજરાતના ઘણા મોટા નેતા સહિત સૌરાષ્ટ્ર પાટીદાર રાજનીતિના પણ કેન્દ્રમાં છે ત્યારે એબીસી-સી વોટરના સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા આંકડા તમને ચૌકાવી શકે છે. સૌરાષ્ટ્રમાં કુલ 54 સીટ છે અને જે આંકડા સામે આવી રહ્યા છે તે અનુસાર, બીજેપીને મોટો ફાયદો જોવા મળી રહ્યો છે.
એબીપી સી-વોટરના એક્ઝિટ પોલના સામે આવી રહેલા આંકડા અનુસાર, સૌરાષ્ટ્રમાં બીજેપીને ભાજપને 43 ટકા મત મળવાની સંભાવના છે. આ સિવાય કોંગ્રેસને 37 ટકા અને આમ આદમી પાર્ટીને AAPને 17 ટકા મત મળવાની સંભાવના છે. અહીં અન્યના ખાતામાં પણ 3 ટકા મત જતા જોવા મળી રહ્યા છે.
એબીપી સી-વોટરના એક્ઝિટ પોલ અનુસાર, સૌરાષ્ટ્રમાં બીજેપીને 36થી 40 સીટો મળવાની સંભાવના છે. આ સિવાય કોંગ્રેસને 8થી 12 ટકા, આમ આદમી પાર્ટીને 4થી 6 સીટ અને અન્યના ખાતામાં 0થી 2 સીટો જઈ શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર કોંગ્રેસનો ગઢ રહ્યુ છે. અહીં કોંગ્રેસ આગળ હોય છે ત્યારે હવે આ આંકડા કોંગ્રેસની ચિંતા વધારી શકે છે. જો કે બીજી તરફ આમ આદમી પાર્ટીને અહીં સારૂ પરિણામ મળી શકે છે.