રાજકોટમાં ડબલ મર્ડર, પત્નીની છેડતીની શંકામાં પતિએ 2 સગાભાઈની કરી દીધી હત્યા

રાજ્યમાં દિવસને દિવસે ગુનાખોરી પ્રવૃતિમાં વધારો થઈ રહ્યો છે. હત્યા, ચોરી, લૂંટફાટ, છેડતીની ઘટના કૂદકેને ભૂસકે વધતી દેખાઈ રહી છે. આરોપીઓમાંથી પોલીસનો ડર જતો રહ્યો હોય તેમ ગુનાખોરી વધી રહી છે. ત્યારે રાજકોટથી એક હત્યાની ઘટના સામે આવી છે .

મળતી માહિતી મુજબ, રાજકોટમાં પત્નીની છેડતીની શંકામાં પતિએ બે સગાભાઈઓની નિર્મમ હત્યા કરી દીધી છે. પતિએ બંને ભાઈઓ પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં એક ભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે એક ભાઈનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. હત્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝ઼ડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

rajkotmurder

સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર, રાજકોટના આર્ય નગરમાં મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈનના વતની અમિત જૈન અને તેમના ભાઈ વિક્કી જૈન અને તેમનો પરિવાર રહે છે, તેઓ રાજકોટમાં આવેલા આર્યનગરમાં આવેલા મકાનમાં બીજા માળે રહે છે, જ્યારે પહેલા માળે બે ભાઈઓ છોટુ શંકર ગુપ્તા પરિવાર સાથે રહે છે.

લોહિયાળ હાલતમાં બંને ભાઈઓ રસ્તા પર પટકાયા

મકાનના પહેલા માળે રહેલા છોટુ શંકર ગુપ્તાને શંકા હતી કે, પહેલા માળે રહેતા જૈન બંધુઓ છેલ્લા કેટલા સમયથી તેની પત્નીની છેડતી કરે છે. આ વાતનો ખાર રાખીને છોટુ શંકર ગુપ્તાએ જૈન બંધુઓ સાથે માથાકૂટ કરી હતી અને છોટુ શંકરે બંને ભાઈઓ પર છરીને હુમલો કર્યો હતો. આ હુમલામાં લોહિયાળ હાલતમાં બંને ભાઈઓ રસ્તા પર પટકાયા હતા.

પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી

સમગ્ર માથાકૂટ દરમિયાન આસપાસના રહિશો ભેગા થઈ ગયા હતા અને 108 અને પોલીસને સમગ્ર બનાવની જાણ કરી હતી, જો કે, સમગ્ર ઘટનામાં વિક્કી જૈનનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ, જ્યારે અમિત જૈનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, અમિત જૈનનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. સમગ્ર બનાવની જાણ થતા મોડી રાત્રે પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X