સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની કામલીલાનો વીડિયો વાયરલ થતા હંગામો

ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચી હરિચરણ સ્વામીનો એક વીડિયો વાયરલ થતા હંગામો સર્જાયો છે. વીડિયોમાં આ સ્વામી એક સગીર યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા જોવા મળે છે. આ વીડિયો દસ મહિના પહેલાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોવાતા સગીર યુવકને ફરેણી ગુરુકુળનો વિદ્યાર્થી ગણવામાં આવી રહ્યો છે. જો કે, જેતપુરના ફરેણી સ્વામિનારાયણ મંદિરના સંચાલકો આ વીડિયોને 8-9 મહિના જૂનો ગણાવી મામલાને રફાદફા કરવાના પ્રયાસ કરી રહ્યાં છે.

Swaminarayan Sect Sadhu s Controversial Video

સંચાલક મંડળે મીડિયાને જણાવ્યું કે, આ મામલો બહુ જૂનો છે. ટ્રસ્ટી મંડળની બેઠક બોલાવી આ સાધુને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી દૂર કરી દેવાયો છે.

સંચાલકોએ વધુમાં જણાવ્યું કે, સ્કૂલના કોઈ વિદ્યાર્થી કે વાલી તરફથી કોઈ ફરિયાદ નથી કરી. એ સાધુ નાની ઉંમરમાં સંપ્રદાયમાં આવ્યા હતા. તેમણે પોતે પણ સ્વીકાર્યું કે આ તેમની ભૂલ હતી. સંપ્રદાય પર લાંછન લગાડતું કૃત્ય હોવાથી ટ્રસ્ટ મંડળે તેમને પદભ્રષ્ટ કર્યા છે.

જણાવી દઈએ કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુઓની કામલીલાના વીડિયો સામે આવ્યા હોવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણા આવા વીડિયો સામે આવી ચુક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X