14 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, જોવા મળશે આરપારની લડાઈ
Lok Sabha Election 2024: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના રોટી બેટીવાળા વિવાદાસ્પદ નિવેદન સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે આજે ક્ષત્રિય સમાજની રાજપૂત સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠક બાદ સંકલન સમિતિના આગેવાન રામજુભા જાડેજાએ જાહેરાત કરી હતી કે, આગામી રવિવારે એટલે કે, 14 એપ્રિલના રોજ સાંજે 5 થી 7 દરમિયાન રાજકોટમાં ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાશે.
આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહે તેવી ધારણા છે, અને જામ સાહેબને આમંત્રણ આપવામાં આવશે.
ક્ષત્રિય સંમેલનનું સ્થળ રાજકોટ-મોરબી રોડ પર રતનપર ગામ પાસે રામમંદિરની સામે રહેશે. ક્ષત્રિયો દ્વારા રાજકોટ લોકસભા બેઠક પરથી પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આજે પાટણ, મુન્દ્રા અને ધાંગધ્રામાં પણ મહત્વના સંમેલનો યોજાઈ રહ્યા છે. આ અગાઉ ધંધુકામાં સંમેલન થયું હતું, અને જિલ્લાવાર સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના જામ સાહેબના પત્ર અંગે રમજુભા જાડેજાએ જણાવ્યું કે, સંકલન સમિતિ જામ સાહેબના નિવેદન પર વિચારવિમર્શ કરશે અને તેઓ તેમને મળવાનો પ્રયાસ કરશે.
સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ છે, અને જામ સાહેબ તેમના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેઓ તેને યોગ્ય સમયે મળવા માંગે છે. પરષોત્તમ રૂપાલાએ પસ્તાવો કરવો પડશે, અને ગુજરાતનો રાજપૂત સમાજ નિર્ણય લેશે.
ટિકિટ કેન્સલ કરવાની માંગ સમાજના ભલા માટે છે, અને તે રાજકીય કે અંગત કારણોથી પ્રેરિત નથી. સમિતિના સભ્યોએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર સમાજની લાગણીઓને ઊંડી અસર થઈ છે.












Click it and Unblock the Notifications
