ક્ષત્રિય સમાજ કરશે ભાજપનો વિરોધ, ગુજરાતમાં કરી પાર્ટ-2 કાર્યક્રમોની જાહેરાત
Lok sabha Election 2024: ક્ષત્રિય રાજપૂત સમુદાય સંકલન સમિતિ દ્વારા ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને તેમના આંદોલનના ભાગ 2 ના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે.
26 લોકસભા બેઠકો પર જાહેરમાં ભાજપનો વિરોધ કરવો અને સક્ષમ પક્ષના ઉમેદવારની તરફેણમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવું જેવા મુદ્દાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજ દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર છે ની નીતિનો અમલ કરી રહ્યા હોય તેવું જણાઇ રહ્યું છે. આ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતમાં ગામડે-ગામડે સભાઓ (કાર્યક્રમો) યોજીને તમામ સમુદાયોને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું છે.

આ સાથે ભાજપની જાહેર સભાઓમાં કાળા ઝંડાને બદલે ભગવા (ભગવા) ઝંડા સાથે વિરોધ કરવામાં આવશે. દરેક જિલ્લામાં મહિલાઓ દ્વારા સતત એક દિવસના ઉપવાસ કરવામાં આવશે.
આ ઉપરાંત દરેક જિલ્લામાં સામાજિક સંસ્થાઓ (સમિતિ) દ્વારા શિસ્તબદ્ધ અને સંયમિત રીતે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટેના કાર્યક્રમો યોજવામાં આવશે.
ગુજરાતના 5 ઝોનમાં 22મી એપ્રિલથી ધાર્મિક સ્થળોએથી ધર્મરથ માર્ગો પર નીકળશે. આવા રથ ગામડાઓમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે જાગૃતિ લાવશે. દરેક ગામ/શહેરમાં બૂથ સ્તરના પ્રયાસોનું આયોજન કરીને ભાજપ વિરુદ્ધ વધુ મતદાન થાય તેની ખાતરી કરવવામાં આવશે.
ગુજરાતમાં 7મી મેના મતદાન દિવસ સુધી લાખો ક્ષત્રિય સમાજની ઉર્જા અને ઉત્સાહને જીવંત રાખવા ભાજપ વિરુદ્ધ કાર્યક્રમો આપવાનું ચાલુ રાખવામાં આવશે. આ આંદોલનને ગુજરાત ઉપરાંત ભારતના તમામ રાજ્યોમાં વિસ્તારવામાં આવશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ









Click it and Unblock the Notifications
