આ સિઝનમાં તમારા ઘરે આવશે મહારાષ્ટ્ર અને હૈદરાબાદની કેસર કેરી
રાજકોટ : સંભવ છે કે આ ઉનાળામાં તમે જે કેસર કેરીનો સ્વાદ માણો છો, તે જૂનાગઢના બગીચામાંથી નહીં, પરંતુ પ્રખ્યાત આલ્ફોન્સો હબ રત્નાગીરી અથવા તો તેલંગાણાની હશે. ગયા વર્ષે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા ચક્રવાત તૌકતેએ જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલીમાં કેરીના ઘણા બગીચાઓમાં નુકસાન પહોંચાડ્યું હતું, જે ત્રણ જિલ્લાઓ સૌથી વધુ કેસર ઉત્પાદન કરતા હતા, આ વર્ષે આ કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
અવારનવાર કમોસમી વરસાદ અને ત્યારપછીની ભારે ગરમીની શરૂઆતે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો, પરંતુ છેલ્લા સાત વર્ષોમાં, આ જિલ્લાઓમાંથી કેરીના ખેડૂતોએ લાખો કેસરના રોપાઓ મોકલ્યા છે, જે મહારાષ્ટ્ર, હૈદરાબાદ અને ચેન્નાઈમાં તેમના સમકક્ષો દ્વારા સફળતાપૂર્વક ઉગાડવામાં આવ્યા છે.

ગયા વર્ષે નવેમ્બર સુધીમાં ફૂલો આવી ગયા હતા
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના અંતરાલ ગામના ખેડૂત કાકાસાહેબ સાવંત છેલ્લા સાત વર્ષથી 10 એકર જમીનમાં કેસર કેરીની ખેતી કરે છે. તેને દર વર્ષે 15 ટન ફળોમળે છે. તે સામાન્ય રીતે મુંબઈના બજારમાં વેચે છે અને નિકાસ પણ કરે છે. જોકે, ભારે માગને પગલે તે ગુજરાતના વેપારીઓને જંગી જથ્થો મોકલી રહ્યા છે. ચાલુ વર્ષેગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન વાસ્તવિક વાર્ષિક સરેરાશના માત્ર 30-40 ટકા રહેવાની ધારણા છે. કારણ કે, હવામાનનીપરિસ્થિતિને કારણે ગયા વર્ષે નવેમ્બર સુધીમાં ફૂલો આવી ગયા હતા.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા સાવંતે જણાવ્યું હતું કે, અમારી કેસર કેરી અને જૂનાગઢમાં ઉગાડવામાં આવતી કેસર કેરીના સ્વાદમાં કોઈ ફરક નથી. જોકે,આપણી સ્થાનિક આબોહવાને કારણે આપણને ગુજરાત કરતાં વહેલાં ફળ મળે છે. આ વર્ષે અછતને કારણે ગુજરાતના વેપારીઓ કેસર કેરી માટે અમારો સંપર્ક કરી રહ્યાછે. અત્યારે અમે 1600 રૂપિયા પ્રતિ 10 કિલોના ભાવે વેચીએ છીએ. નિષ્ણાતોના મતે કેસર કેરી હવે કોલ્હાપુર, લાતુર, ઉસ્માનાબાદ, નાંદેડ, ઔરંગાબાદ, સોલાપુર,યવતમાલ, નાસિક અને રત્નાગીરીમાં પણ ઉગે છે.

આલ્ફોન્સો કેરીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્પોન્ગી પેશીઓ વિકસાવી
જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી (JAU) માં ફળ વિજ્ઞાન વિભાગના વડા ડી. કે. વરુએ જણાવ્યું હતું કે, સમગ્ર રત્નાગીરી આલ્ફોન્સો પટ્ટો ધીમે ધીમે કેસર કેરી દ્વારાબદલવામાં આવી રહ્યો છે. કારણ કે, તેની લોકપ્રિયતા વધી રહી છે.
આલ્ફોન્સો કેરીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્પોન્ગી પેશીઓ વિકસાવી છે, જેના પરિણામે પાક નિષ્ફળગયો છે. ત્યાંના ખેડૂતો માર્ગદર્શન તેમજ વાવેતર સામગ્રી માટે અમારો સંપર્ક કરી રહ્યા છે.

આલ્ફોન્સો કેરી કપાસીના રોગથી પીડિત
તાલાલાના ખેડૂત ગફુર કુરેશી, જેઓ કેરીની 200 જાતોની ખેતી કરે છે અને દેશના વિવિધ ભાગોમાં કલમો સપ્લાય કરે છે, તેમણે જણાવ્યું હતું કે, આલ્ફોન્સો કેરી
કપાસીના રોગથી પીડિત છે, જેના કારણે ત્યાંના ખેડૂતો કેસર કેરી તરફ વળી રહ્યા છે. મેં આ વર્ષે મહારાષ્ટ્રમાં બે લાખ અને ચેન્નાઈમાં 3,000 કલમો મોકલી છે.
અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં કેરીના જથ્થાબંધ વેપારી આશિફ મેમણે જણાવ્યું હતું કે, વર્ષના આ સમય સુધીમાં અમને જૂનાગઢમાંથી કેસર કેરીના 2,000 બોક્સ
(દરેક 20 કિલો) મળતા હતા, પરંતુ આ વખતે અમને ફક્ત 500 બોક્સ મળી રહ્યા છે, તેથી મહારાષ્ટ્રની કેરી બજારમાં છલકાવા લાગી છે.
મહારાષ્ટ્રમાંથી દરરોજ સરેરાશ 100 કેરીના બોક્સ આવી રહ્યા છે. પહેલીવાર હૈદરાબાદમાં ઉગાડવામાં આવતી કેસર કેરીની પણ માગ છે અને ગુજરાતમાં તે આવવા
લાગી છે. ચાલુ હૈદરાબાદની કેસર કેરી પણ બજારમાં આવી રહી છે.

આ સિઝનમાં ઉંચા રહેશે ભાવ
કેસર કેરીના ભાવ, જે સામાન્ય રીતે એક કે બે મહિનામાં ઓછા થઇ જાય છે, તે સમગ્ર સિઝન દરમિયાન ઉંચા રહેવાની ધારણા છે, એમ ફળોના વેપારીઓ દાવો કરે છે.
ગયા વર્ષે પીક સિઝનમાં 10 કિલોના બોક્સની કિંમત લગભગ રૂપિયા 500 હતી, જ્યારે આ વર્ષે ભાવ રૂપિયા 1,800-2,000ની આસપાસ છે અને અછતને કારણે રૂપિયા1,000-1,200ની આસપાસ રહેવાની ધારણા છે.