For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુત્રની શાળા ફી ભરવા માટે મુંબઈના વેપારીની લૂંટ બાદ હત્યા

પોતાના પુત્રની શાળાની તગડી ફી ચૂકવવામાં અસમર્થ, 52 વર્ષીય વ્યક્તિએ કચ્છના મુન્દ્રા તાલુકાના વડાલા ગામના વતની એવા મુંબઈના રહેવાસીની કથિત રીતે લૂંટ કર્યા બાદ હત્યા કરી હતી.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : પોતાના પુત્રની શાળાની તગડી ફી ચૂકવવામાં અસમર્થ, 52 વર્ષીય વ્યક્તિએ કચ્છના મુન્દ્રા તાલુકાના વડાલા ગામના વતની એવા મુંબઈના રહેવાસીની કથિત રીતે લૂંટ કર્યા બાદ હત્યા કરી હતી.

જ્યારે 60 વર્ષીય મુંબઈના રહેવાસીની 25 એપ્રીલની રાત્રે હત્યા કરવામાં આવી હતી, જ્યારે પોલીસે આરોપી વાલા ગઢવીની ધરપકડ કરી ત્યારે જ આ ખતરનાક વિગતો રવિવારના રોજ જ પ્રકાશમાં આવી હતી.

murder

તપાસમાં જાણવા મળ્યું કે, વાલાએ, જે પહેલેથી જ દેવામાં ડૂબી ગયો હતો, તેણે મુન્દ્રામાં ધોરણ XII માં ભણતા તેના મોટા પુત્રની હોસ્ટેલ અને શિક્ષણ ફી તરીકે વધુ રૂપિયા 35,000 ભરવાની જરૂર હતી.

ભોગ બનનારા મનસુખ સતારા તેના વતન વડાલા ખાતે રોકાણ માટે જમીનનો પ્લોટ શોધવા આવ્યો હતો. ગઢવીએ સોનાની ચેન, બ્રેસલેટ અને પેન્ડન્ટ પહેરેલા સતારાને જોયા હતા. તેમણે તેમને જમીનનો ટુકડો બતાવવાની ઓફર કરી અને 25 એપ્રીલના રોજ સાતારા ગામની સીમમાં લઈ ગયો હતો.

મુન્દ્રા પોલીસે આ કેસની વ્યવહારીક રીતે કોઈ કડીઓ વગર તપાસ શરૂ કરી

ગામની સીમમાં ગઢવીએ સતારાના ઘરેણા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે તેમણે પ્રતિકાર કર્યો ત્યારે આરોપીઓએ તેના પર 12 જેટલા ઘા માર્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સાતારાના સંબંધી મુકેશ છેડાએ નોંધાવેલી ફરિયાદના આધારે, મુન્દ્રા પોલીસે આ કેસની વ્યવહારીક રીતે કોઈ કડીઓ વગર તપાસ શરૂ કરી હતી.

ગઢવીએ સોનાની બંગડી ગીરો રાખીને રૂપિયા 1.1 લાખની લોન લીધી

આ દરમિયાન તેઓને જાણવા મળ્યું કે, ગઢવીએ સોનાની બંગડી ગીરો રાખીને રૂપિયા 1.1 લાખની લોન લીધી હતી અને પૂછપરછ માટે તેમને રાઉન્ડમાં લીધા હતા. કચ્છના નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલે જણાવ્યું હતું કે, ગઢવીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

પોલીસે ભોગ બનનારનો મોબાઈલ ફોન જે ગઢવીએ ચોરી કર્યો હતો તે તેમજ સોનાની ચેઈન અને પેન્ડન્ટ પણ કબ્જે કર્યા હતા.

શિક્ષણ ફીની ચૂકવણી કરવા માટે આ ગુનો કર્યો

પંચાલે TOIને જણાવ્યું હતું કે ગઢવી, એક મજૂર છે જે દેવામાં ડૂબી ગયો હતો. તેના બે પુત્રો છે, જેમાંથી નાનો ધોરણ 9માં અભ્યાસ કરે છે. તેણે 35,000 રૂપિયા હોસ્ટેલ અને મોટાની શિક્ષણ ફી તરીકે ચૂકવવાની હતી. જેની ચૂકવણી કરવા માટે આ ગુનો કર્યો હતો.

English summary
Mumbai businessman was killed after robbing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X