PM મોદીનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરાયું
રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્યની મુલાકાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌરાષ્ટ્રની ધરતી પર ભાવભીનું સ્વાગત કરી મીઠો આવકાર આપ્યો હતો.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા, સાંસદ સી. આર. પાટીલ, રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, રાજ્યના ચીફ સેક્રેટરી રાજકુમાર, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિતના મહાનુભાવોએ રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.












Click it and Unblock the Notifications
