ગુજરાતની પહેલી એઈમ્સનુ ભૂમિ પૂજન કરશે PM મોદી, 200 એકરમાં બનશે ઈમારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ડિસેમ્બરે સવારે 10 વાગે રાજકોટ એઈમ્સનુ વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયથી આને લીલી ઝંડી મળ્યા બાદથી પ

In gujarat, PM Modi perform virtual Bhoomi Pujan of Rajkot AIIMS, રાજકોટઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ડિસેમ્બરે સવારે 10 વાગે રાજકોટ એઈમ્સનુ વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયથી આને લીલી ઝંડી મળ્યા બાદથી પ્રશાસન તાબડતોબ તૈયારીઓમાં લાગ્યુ છે. રાજકોટમાં યોજાનાર આ આયોજનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત ભાજપના અન્ય વરિષ્ઠ નેતા હાજર રહેશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આજે એટલે કે બુધવારે પ્રશાસન તરફથી રાજકોટ એઈમ્સના ભૂમિ પૂજન માટે રિહર્સલ કરવામાં આવશે. અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યુ કે એરપોર્ટ એઈમ્સ સુધી સવારે 10 વાગે પ્રશાસન, સીએમ સિક્યોરિટી સ્ટાફ અને અન્ય અધિકારીઓ તરફથ રિહર્સલ કરવામાં આવશે. તૈયારીઓ માટે 15 કમિટીઓ તૈયાર કરવામાં આવી છે.

કેવી હશે પહેલી એઈમ્સ?

કેવી હશે પહેલી એઈમ્સ?

તમને જણાવી દઈએ કે રાજકોટમાં તૈયાર કરવામાં આવી રહેલ ગુજરાતની પહેલી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એઈમ્સ)નુ પરિસર 750 બેડનુ હશે. તે જામનગર રોડ પર ખંઢેરી-પરાપીપળાની 200 એકર જમીન પર તૈયાર કરવામાં આવી રહ્યુ છે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે 1200 કરોડ રૂપિયા આપ્યા છે. આ સાથે જોડાયેલ સંસ્થામાં એકેડેમિક સત્રનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે. પંડિત દીનદયાળ મેડિકલ કૉલેજના નામથી શરૂ થયેલ એકેડેમીના ફર્સ્ટ ફેઝની ફર્સ્ટ બેચમાં 50 છાત્રોને એમબીબીએસમાં પ્રવેશ લીધો. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે એઈમ્સ માટે ભૂમિપૂજન કરાવવામાં આવશે. જેની માહિતી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી. રૂપાણીએ કહ્યુ કે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાત વિશેષ કરીને રાજકોટને આ એઈમ્સની ભેટ આપી છે. તે કાલે આનુ ભૂમિ પૂજન કરશે.

19 અલગ અલગ ભવનોને મંજૂરી આપવામાં આવશે

19 અલગ અલગ ભવનોને મંજૂરી આપવામાં આવશે

એઈમ્સના પરિસરની વાત કરીએ તો રાજકોટના પરાપિરળીયામાં મુખ્ય લેઆઉટ પ્લાનને પહેલા જ મંજૂરી આપી દેવામાં આવી છે. રાજકોટ શહેરી વિકાસ પ્રાધિકરણ દ્વારા એઈમ્સ હોસ્પિટલના નિર્માણ માટે હાલ જ લેઆઉટ પ્લાનને અનુમોદિત કરવામાં આવ્યો હતો. ત્યારે જણાવવામાં આવ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા એઈમ્સ અધિકારીઓને સોંપવામાં આવેલી 200 એકર જમીનની કમ્પાઉન્ડ વૉલ અને ભૂખંડનુ કામ ટૂંક સમયમાં પૂરુ કરી લેવામાં આવશે. સાથે જ આવનારા દિવસોમાં 19 અલગ અલગ ભવનોની યોજનાઓને તબક્કામાં મંજૂરી આપવામાં આવશે. જ્યારે એઈમ્સ સાથે જોડાયેલી કૉલેજમાં બેચની શરૂઆત થઈ ત્યારે ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યુ કે ગુજરાતના લોકો લાંબા સમયથી એઈમ્સની માંગ કરી રહ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એઈમ્સનુ આગામી એકેડેમિક સત્ર 50 સીટો સાથે શરૂ થયુ છે, જે ઘણી સારી વાત છે.

ક્યાં સુધીમાં થશે ઉદઘાટન?

ક્યાં સુધીમાં થશે ઉદઘાટન?

આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સપ્ટેમ્બર મહિનામાં ઘોષણા કરી હતી કે 202થી પહેલા એઈમ્સ હોસ્પિટલનુ ઉદઘાટન કરવામાં આવશે. રૂપાણીનુ કહેવુ છે કે અમારા ગૃહનગર રાજકોટમાં એઈમ્સની સ્થાપનાની તૈયારી ઘણી ઝડપથી થઈ રહી છે. વર્ષ 2022 પહેલા એઈમ્સ અહીં સ્થાપિત થઈ જશે. આમ પણ રાજકોટ જ સૌરાષ્ટ્રનુ કેન્દ્રબિંદુ છે, સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાના લોકો પણ અહીં ઈલાજ માટે આવે છે. એઈમ્સના કારણે રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રમાં શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ સ્થાનિક સ્તરે મળશે.

આના માટે ભિડાયા હતા રાજ્યના બે જિલ્લા

આના માટે ભિડાયા હતા રાજ્યના બે જિલ્લા

તમને જણાવી દઈએ કે ગુજરાત એઈમ્સની સ્થાપના માટે વિવાદ થઈ ગયો હતો. અહીં એઈમ્સ કયા શહેરને મળે એ મુદ્દે રાજકોટ અને વડોદરા વચ્ચે વિવાદ થઈ ગયો હતો. બંનના સાંસદ તેમજ ધારાસફભ્યોએ પોતાને ત્યાં એઈમ્સ શરૂ કરાવવા માંગતા હતા. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ હતુ કે એઈમ્સ કોને આપવાની છે તેનો નિર્ણય ગુજરાત સરકાર નહિ પરંતુ કેન્દ્ર સરકાર કરે છે. તમારી જે ચિંતા છે તે હું ઉપર સુધી પહોંચાડી દઈશ. છેવટે વર્ષ 2019ની શરૂઆથમાં કેન્દ્ર સરકારે માહિતી આપી કે એઈમ્સની સ્થાપના રાજકોટમાં કરવામાં આવશે. રાજકોટને એઈમ્સ આપવા માટેનું કારણ ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલને ગણાવવામાં આવ્યા કે જે આરોગ્ય મંત્રી છે. તેમણે પોતાના બ્રીફિંગમાં કહ્યુ કે કેન્દ્ર સરકારે એઈમ્સ રાજકોટમાં આપવાનો નિર્ણય કર્યો છે.

એઈમ્સ, રાજકોટમાં 800થી 1000 બેડ હશે

એઈમ્સ, રાજકોટમાં 800થી 1000 બેડ હશે

રાજકોટને એઈમ્સ મળવાની માહિતી આપીને નિતિન પટેલે કહ્યુ હતુ, 'રાજકોટની ભૂમિ(ખંડેરી સ્ટેડિયમ પાસે) ત્યાં રાજકોટના જિલ્લા કલેક્ટર દ્વારા કાર્યવાહી અને એઈમ્સ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગુજરાતની એઈમ્સમાં 800થી 1000 બેડની હોસ્પિટલ અને મેડિકલ કૉલેજની સુવિધા હશે. એઈમ્સનુ નિર્માણ 4 વર્ષમાં પૂરુ થશે.' આ એઈમ્સથી સરેરાશ રોજ 1500 દર્દીઓને આરોગ્ય સુવિધાઓ મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X