લખમીપુરની ઘટના અંગે રાજકોટ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસે અટકાયત કરી
લખમીપુર ખેડૂતો પર થયેલ અત્યાચારનો વિરોધ ગુજરાત રાજકોટના NSUI દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં NSUI અને યુથ કોંગ્રેસ 150 ફુટ રીંગ રોડ પર ચક્કાજામ કર્યો હતો. આ ઘટનામાં જવાબદાર ભાજપના નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની મા
લખમીપુર ખેડૂતો પર થયેલ અત્યાચારનો વિરોધ ગુજરાત રાજકોટના NSUI દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં NSUI અને યુથ કોંગ્રેસ 150 ફુટ રીંગ રોડ પર ચક્કાજામ કર્યો હતો. આ ઘટનામાં જવાબદાર ભાજપના નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનિય છેકે રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર વિરોધ કરી રહેલા NSUI અને યુથ કોંગ્રેસના 12થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

NSUI અને યુથ કોંગ્રેસે જણાવ્યું હતુ કે શું લોકશાહી ઢબે વિરોધ દર્શાવતા ખેડૂતો કોઇ આતંકવાદી કે આવારા તત્વો હતો? તમને જણાવી દઈએ કે આ ઘટનામાં અને ત્યારબાદ કથિત જવાબી કાર્યવાહીમાં કુલ 8 લોકોના મોત થયા છે. આ નરસંહારમાં ભોગ બનેલા ખેડૂતોના પરિવારોની મુલાકાતે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી જઇ રહ્યાં હતા. ઉત્તર પ્રદેશ પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને છેલ્લા 30 કલાકથી કસ્ટડીમાં રાખ્યા છે.












Click it and Unblock the Notifications
