For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટઃ પોલિસ સ્ટેશનની અંદર જ યુવકે કેરોસીન છાંટ્યુ, પોલિસે જોતા જ...

શહેરમાં યુનિવર્સિટી પોલિસ સ્ટેશન પરિસરમાં એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ શહેરમાં યુનિવર્સિટી પોલિસ સ્ટેશન પરિસરમાં એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તે રાતના સમયે પોલિસ સ્ટેશન પહોંચ્યો અને શરીર પર કેરોસીન છાંટવા લાગ્યો. અમુક લોકોની નજર તેમના પર પડી તો હોબાળો મચી ગયો. યુવકે માચિસ સળગાવતા પહેલા જ તેને પકડી લીધો. પછી એક સાઈડમાં પટકી દીધો.

પોલિસ સ્ટેશનની અંદર જ યુવકે છાંટ્યુ કેરોસીન

પોલિસ સ્ટેશનની અંદર જ યુવકે છાંટ્યુ કેરોસીન

યુવકે પોલિસ સ્ટેશનની અંદર જ કેરોસીન છાંટતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આ ઘટનાના અમુક વીડિયો સામે આવ્યા છે. જેમાં યુવકને જોઈ શકાય છે. માહિતી મુજબ આ યુવકની ઓળક રવિ સોમાભાઈ વાઢેર તરીકે થઈ છે. તે યુનિવર્સિટી રોડ સ્થિત રાધાકૃષ્ણ સોસાયટીમાં રહે છે. પૂછપરછ દરમિયાન આ હરકત માટે તેણે સોસાયટીની મહિલાઓ સહિત એક પોલિસકર્મી પર પણ ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો.

પોલિસે જણાવી આ વાતો

પોલિસે જણાવી આ વાતો

યુવકે કહ્યુ કે, તેમના ત્રાસથી કંટાળીને તેણે આ પગલુ ઉઠાવ્યુ. પોલિસ દ્વારા તેનુ નિવેદન નોંધી લેવામાં આવ્યુ છે અને તેના દાવાની તપાસ ચાલી રહી છે. એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે કાલે રાતે સોસાયટીમાં ફટાકડાના ફટાકડા ઉડાવવા બાબતે ઝઘડો થયો હતો. આ કારણે પોલિસ ફરિયાદના ડરથી રવિ વાઢેરે પહેલેથી પોતાના બચાવ માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

કહ્યુ - આવેશમાં આવુ કર્યુ

કહ્યુ - આવેશમાં આવુ કર્યુ

વળી, તેના માસિયાઈ ભાઈ જયદીપ વાઢેરે પણ પોલિસ સ્ટેશનની દીવાલો પર પોતાનુ માથુ માર્યુ. બંનેએ આવેશમાં આવીને ખુદને મારવાની કોશિશ કરી. બાદમાં બંનેએ પોતાની હરકતો વિશે એ માની પણ લીધુ કે આવેશમાં આવીને આવુ કર્યુ.

વિરોધ વચ્ચે શિક્ષણમંત્રીએ કહ્યુ - NEET અને JEE પરીક્ષાના સમર્થનમાં છે છાત્રોવિરોધ વચ્ચે શિક્ષણમંત્રીએ કહ્યુ - NEET અને JEE પરીક્ષાના સમર્થનમાં છે છાત્રો

English summary
Rajkot: A young man tried to kill himself in police station.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X