રાજકોટઃ ગોંડલમાં કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત બાદ વિસ્ફોટ, 3 મહિલાના મોત
રાજકોટના ગોંડલના બિલિયાડા પાટિયા પાસે શનિવારે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે.
રાજકોટઃ રાજકોટના ગોંડલના બિલિયાડા પાટિયા પાસે શનિવારે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગતા બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગતા બંને વાહનોમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળી અફડાતફડી મચી ગઈ હતી.

Recommended Video

મળતી માહિતી મુજબ રાજકોટમાં ગોંડલના બિલિયાડા પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બાદમાં બંને વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. કપાસ ભરેલી ટ્રક અને આઈ-10 કાર વચ્ચે ભીષણ અકસ્માત પછી બંને વાહનોમાં આગ લાગતા ભયંકર વિસ્ફોટ પણ થયો હતો. કારમાં લાગેલી આગમાં 3 મહિલાઓ જીવતી ભૂંજાઈ ગઈ હતી.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
જો કે ઘટનાની જાણ થતાં ગોંડલ પાલિકાના એમ્બ્યુલન્સ હાઈવે ઑથોરિટી અને ગોંડલ તાલુકા પોલિસ તેમજ બે ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી વાહનો પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. અકસ્માતના લીધે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. નોંધનીય છે કે ઘટનાની જાણ થતા પોલિસે ઘટના સ્થળે જઈને કાર્યવાહી હાથ ધરી હતી.












Click it and Unblock the Notifications
