રાજકોટ: જીયાણા ગામના નારાજ ભક્તે મંદિરમાં લગાવી આગ, આરોપી પૂર્વ સરપંચની ધરપકડ
Rajkot: સામાન્ય રીતે, મુશ્કેલીના સમયે, વ્યક્તિ ભગવાન તરફ વળે છે, અને પ્રાર્થના કરે છે. જોકે, જ્યારે ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થતું નથી, ત્યારે નિરાશાનો જન્મ થાય છે. આવી નિરાશાને કારણે ઝિયાણા ગામમાં એક વિચિત્ર ઘટના બની છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના ઝિયાણા ગામના પૂર્વ સરપંચ ( માજી સરપંચ), ભગવાનથી નારાજ થઈને ત્રણ મંદિરોમાં આગ લગાવી હતી. જેમાં રામદેવપીર અને મેલડી માતાના મંદિરમાં પૂર્વ સરપંચે આગ ચાંપી હતી.
એરપોર્ટ પોલીસમાં નોંધાયેલી એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર, 13 મેના રોજ સવારે 1 થી 9 કલાકની વચ્ચે અજાણ્યા વ્યક્તિએ ગામના રામદેવ પીર મંદિરમાં ટાયરનો ઉપયોગ કરીને આગ લગાડી હતી, જેના કારણે રામદેવપીરની મૂર્તિને નુકસાન થયું હતું.

આ ઉપરાંત મંદિર પરિસરમાંથી મળેલા લાકડાની મદદથી મેલડી માતાના મંદિરને પણ આગ ચાંપવામાં આવી હતી. ત્યારપછી જ્યારે વાસંગી દાદાના મંદિરને બહારથી તાળું મારેલું જોવા મળ્યું, ત્યારે બહારથી કપડાં ફેંકીને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શરૂઆતમાં ગામમાં અસામાજિક તત્વો દ્વારા મંદિરો સળગાવવામાં આવ્યા હોવાની અટકળો વહેતી થઈ હતી. જોકે, તપાસ કરતાં માજી સરપંચ અરવિંદ સરવૈયા આગની ઘટના માટે જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું.
આ સાથે એવું જાણવા મળ્યું છે કે, તેમણે પ્રાર્થના કરવા છતાં ધાર્યું પરિણામ ન મળતા હતાશ થઇ જવાના કારણે તેણે મંદિરોમાં આગ લગાવી હતી. એરપોર્ટ પોલીસે કેસ નોંધી આરોપીની ધરપકડ કરી છે, અને આ કેસની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
