For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑડીના ડ્રાઈવરે મોબાઈલ પર વાત કરતા શાકભાજીવાળાના બાળક પર ચલાવી દીધી ગાડી

ગુજરાતમાં રાજકોટથી હ્રદય કંપાવી દેતો કેસ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ ગુજરાતમાં રાજકોટથી હ્રદય કંપાવી દેતો કેસ સામે આવ્યો છે. અહીં ઑડી કારના એક વ્યક્તિએ શાકભાજીવાળાના દોઢ વર્ષના બાળકને કચડી દીધુ. કાર ચલાવતી વખતે વ્યક્તિ પોતાના મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. એવામાં જ્યાં બાળક ઉભુ હતુ તેના પર કાર ચડી ગઈ. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. આ ઘટના બાદ બાળકની મા તેને લઈને હોસ્પિટલ તરફ દોડી. હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન બાળકે દમ તોડી દીધો. તેની ઓળખ વંશ તરીકે થઈ છે.

rajkot news

Recommended Video

રાજકોટ : ઓડી કાર ચાલકે શાકભાજી લારીવાળાના દોઢ વર્ષના પુત્રને કચડતા કરૂણ મોત

માહિતી મુજબ બાળકને કચડી નાખ્યા બાદ ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે થઈ. આની માહિતી મળતા ભક્તિનગર પોલિસ સ્ટેશનના પોલિસ કર્મચારી ત્યાં પહોંચ્યા. તેમણે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી. કારના ચાલક સામે ગુનો નોંધ્યો. તેને જેલ મોકલી દીધા. જો કે પછી થોડી વાર બાદ જામીન પણ થઈ ગયા. હવે લોકો પોલિસની કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે કે માસૂમ બાળકની જીવ લેનાર ગુનેગારને આમ જેલમાંથી કેવી રીતે બહાર કરી દીધો. બાળકના પિતા શાકભાજી વેચે છે. તે બાળક માત્ર દોઢ વર્ષનો હતો. તેને કારે કચડી દીધો તે આખી ઘટના થોડી દૂર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.

સીરમ ઈન્સ્ટીટ્યુટની કોરોના વેક્સીનને આજે મળી શકે છે મંજૂરીસીરમ ઈન્સ્ટીટ્યુટની કોરોના વેક્સીનને આજે મળી શકે છે મંજૂરી

English summary
Rajkot: Audi car trashed a child at rajkot city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X