Rajkot Double Murder Case : માતાજીનો આદેશ છે તમારે મરવું પડશે, અંધવિશ્વાસી પિતાએ કરી બે બાળકોની હત્યા

Rajkot Double Murder Case : નેપાળી પરિવારના ચોકીદાર પિતા તેની પત્ની, પુત્ર અને પુત્રી પર ચાકુ વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો. અંધશ્રદ્ધાળુ પિતાએ ત્રણેય પર છરી વડે હુમલો કર્યો હતો.

Rajkot Double Murder Case : રાજકોટમાં એક ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. 21મી સદીમાં વિજ્ઞાનને કારણે માણસ ચંદ્ર સુધી પહોંચ્યો છે. આ વચ્ચે પણ અંધશ્રદ્ધાએ પણ માઝા મૂકી છે. અંધશ્રદ્ધાનો આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે.

એક નેપાલી પરિવારના ચોકીદારે પોતાની પત્ની, દીકરા અને દીકરી પર હુમલો કર્યો હતો. આ અંધવિશ્વાસી પિતાએ ચાકુ વડે ત્રણેય પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સાથે તેની પત્ની અને પુત્રને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન પુત્રનું મોત

સારવાર દરમિયાન પુત્રનું મોત

બાળકોને દાખલ કર્યા બાદ થોડી જ વારમાં માસૂમ પુત્રનું પણ હોસ્પિટલના બિછાને મોત થયું હતું. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ અનુસાર રાજકોટ શહેરના ઈન્દિરા સર્કલ પાસે આવેલા અજંતા એપાર્ટમેન્ટમાં રહેતો અને ચોકીદાર તરીકે કામ કરતો નેપાળી શખ્સ આ જીવલેણ ખેલ ખેલ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, પ્રેમ શાહુ નામના વ્યક્તિએ અંધશ્રદ્ધાને કારણે વહેલી સવારે તેની પત્ની બસંતી શાહુ (ઉંમર 25), પુત્ર નિયત શાહુ (ઉંમર 4) અને પુત્રી લક્ષ્મી શાહુ (ઉંમર 3 મહિના) પર ચાકુ વડે હુમલો કર્યો હતો.

પુત્રીને હોસ્પિટલમાં મૃત જાહેર કરાઇ

પુત્રીને હોસ્પિટલમાં મૃત જાહેર કરાઇ

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય માતા-પુત્રોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે માસૂમ બાળકી લક્ષ્મીને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એ. બી. જાડેજા સહિતનો કાફલો હોસ્પિટલે પહોંચ્યો હતો, જ્યાં બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

માતાના આદેશ પર કર્યું આ કામ

માતાના આદેશ પર કર્યું આ કામ

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, હત્યારા પ્રેમ સાહુ છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં રહેતો હતો. તેણે આજે વહેલી સવારે અંધશ્રદ્ધાને કારણે આ હત્યા કરી હતી.તેણે પત્નીને કહ્યું કે, આજે માતાજીએ આજ્ઞા કરી છે કે, તમને બધાને મારી નાખવાના છે.

આ પછી તેણે પરિવારના સભ્યો પર છરી વડે હુમલો કર્યો, જેમાં નિર્દોષ ભાઈ અને બહેનનું મોત થયું હતું, જ્યારે તેની પત્ની બસંતી પણ ગંભીર હાલતમાં દાખલ છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X