For Daily Alerts
કૃષિ કાયદાના વિરોધમાં રાજકોટના ખેડૂતોએ કર્યું દેશ વ્યાપી હડતાલનું એલાન
નવા કૃષિ કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ખેડૂત સંગઠનો દ્વારા શરૂ કરવામાં આવેલ આંદોલનને રોકવા માટે સરકારોએ કમર કસી લીધી છે. પંજાબ-હરિયાણા અને ઉત્તર પ્રદેશની પોલિસ ઠેર-ઠેર રસ્તાઓ પર ભારે માત્રામાં તૈનાત છે.
આ સાથે રાજકોટમાં પણ કૃષિ કાયદાનો વિરોધ કરાઇ રહ્યો છે. ખેડુતો, મજુરો કર્મચારીઓ દ્વારા દેશ વ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આજ રોજ રસ્તા રોકો, સવિનય કાનુન ભંગ, વીજ બીલ હોળી કાર્યક્રમ યોજવામાં આવતા પોલીસે ખેડૂતોની અટકાયત કરી છે. ઉપલેટામાં ગુજરાત રાજ્ય કીશાન સભાએ કાળા કાયદા પાછા ખેચવા માટે આંદોલન શરૂ કર્યું છે.
'દિલ્લી ચલો' આંદોલન: હરિયાણા પોલિસની 5 કંપનીઓ તૈનાત, ખેડૂતો માટે જેલ, પાણીનો મારો