For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ અગ્નિકાંડઃ 5 કોરોના દર્દીના મોત મામલે 3 પકડાયા, પોસ્ટમૉર્ટમમાં થયા ખુલાસા

રાજકોટ અગ્નિકાંડમાં સંચાલક ઉપરાંત અન્ય બે ડૉક્ટરોની પણ ધરપકડ કરવામાં આવી. વાંચો પોસ્ટમૉર્ટમના ખુલાસા.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ ગુજરાતમાં રાજકોટ સ્થિત ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં લાગેલી આગથી ઘણા કોરોના દર્દીઓના જીવ જતા રહ્યા. દૂર્ઘટના સમયે અહીં એક ડઝન દર્દી ભરતી હતા. જેમાંથી 5ના મોત થઈ ગયા. વળી, અન્યની હાલત ગંભીર થઈ ગઈ. હવે આ બાબતે પોલિસે એફઆઈઆર નોંધીને હોસ્પિટલના સંચાલકને પકડી લીધો છે. સંચાલક ઉપરાંત અન્ય બે ડૉક્ટરોની પણ ધરપકડ કરી છે.

rajkot fire

રાજકોટ પોલિસ ઝોન-2ના પોલિસ કમિશ્નર મનોહર સિંહ જાડેજાએ જણાવ્યુ કે બધાની કોરોના તપાસ કરાવવામાં આવી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યુ કે જે આઈસીયુ વૉર્ડમાં દર્દીને ભરતી કરવામાં આવ્યા હતા ત્યાં ઈમરજન્સી ગેટ બંધ હાલતમાં છે. તેની આગળ મશીનરી રાખવામાં આવી હતી. આઈસીયુ વૉર્ડમાં વેન્ટીલેશનની વ્યવસ્થા પણ નહોતી જેના કારણે ધૂમાડાને નીકળવાની જગ્યા મળી નહોતી. ઈમરજન્સીમાં હોસ્પિલટમાંથી બહાર જવા માટે કોઈ ઈમરજન્સી ગેટ નહોતો. એટલુ જ હિ આગ લાગવાની સ્થિતિમાં તેને બૂઝાવવાના સાધનોનો ઉપયોગ કરવાનુ હોસ્પિટલના કર્મચારીઓને કોઈ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ નહોતુ. જેના કારણે આઈસીયુ વૉર્ડની બહાર તૈનાત પેરા મેડિકલના કર્મચારી આગ બુઝાવવાના સાધનોનો ઉપયોગ કરી શક્યો નહોતા. આઈસીયુ વૉર્ડનો દરવાજો 3 ભૂટ 4 ઈંચ જેટલે પહોળો હતો. હોસ્પિટલમાંથી બહાર જવાનો કોઈ બીજો રસ્તો પણ નહોતો.

અગ્નિકાંડમાં જે લોકોના જીવ ગયા તેમના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યા છે. જેમાં દર્દીઓના મોતનુ કારણ આગથી દાઝવા અને દમ ઘૂટવાનુ છે. મૃતકોની ઓળખ કેશુભાઈ અકબરી, રામશી લોહ, રસિકલાલ અગ્રાવત, સંજય રાઠોડ તેમજ નિતિન બદાણી તરીકે થઈ છે. તેમના પોસ્ટમૉર્ટમ કરનાર ડૉક્ટરોએ જણાવ્યુ કે કેશુભાઈ અકબરીનુ મોત દમ ઘૂટવાથી, રામશી લોહ, રસિકલાલ અગ્રાવત, સંજય રાઠોડ અને નિતિન બદાણીનુ મોત આગથી દાઝવાના કારણે થયુ. તમને જણાવી દઈએ કે આગ 27 નવેમ્બરે રાતે લાગી હતી. ત્યારે પોલિસે આકસ્મિક મોતનો કેસ નોંધ્યો હતો. જો કે બાદમાં દબાણ વધતા સંચાલક સામમે કેસ નોંધવામાં આવ્યો.

કોવિડ-19 વેક્સીન તૈયાર કરી રહેલી ટીમ સાથે PM મોદીએ કરી બેઠકકોવિડ-19 વેક્સીન તૈયાર કરી રહેલી ટીમ સાથે PM મોદીએ કરી બેઠક

English summary
Rajkot Fire: Three people caght by police in Covid-19 hospital fire incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X