For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ: ઘંટેશ્વર ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ, સૌરભ પટેલના હસ્તે ધ્વજ વંદન

રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ઘંટેશ્વર ખાતે રાખવાનો નિર્ણય લીધો છે. જેમા ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામા આવશે. આ સાથે કોવિડની ગાઇડલાઇનનું પાલન કરીને સ

|
Google Oneindia Gujarati News

રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ઘંટેશ્વર ખાતે રાખવાનો નિર્ણય લીધો છે. જેમા ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામા આવશે. આ સાથે કોવિડની ગાઇડલાઇનનું પાલન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામા આવ્યુ છે.

Saurabh Patel

આ સ્વાતંત્ર્ય પર્વે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી અપાશે. મંત્રીશ્રીના ઉદ્દબોધન બાદ કોરોના વોરિયર્સનું અભિવાદન કરશે. આ ઉપરાંત અહી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ પર્વની ઉજવણી અન્વયે 13મી ઓગસ્ટનાં રોજ રીહર્સલ થશે તેમાં સબંધિત ખાતા-કચેરીના અધિકારીઓને ખાસ ઉપસ્થિત રહેવા પણ નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જાણાવ્યું હતું.

15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થવાની છે. જ્યા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ધ્વજવંદન કરવામા આવશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે પંચમહાલ ખાતે અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે વલસાડમાં ધ્વજવંદન કરવામા આવશે.

દરમિયાન રાજકોટમાં જિલ્લાકક્ષાની ઉજવણી ઘંટેશ્વરમાં રાખવામા આવી છે. આજે કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી મીટીંગમાં નિર્ણય જાહેર કરાયો હતો. રાજ્યભરમાં અલગ અલગ સ્થળે કેબીનેટ મંત્રી અને રાજ્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં 15મી ઓગસ્ટની ઉજવણીનો કાર્યક્રમ ઘડવામા આવ્યો છે.

આટલા કેબીનેટ મંત્રી-રાજ્યમંત્રી આ જગ્યાએ ઉપસ્થિત રહેશે

રાજ્યભરમાં જિલ્લાકક્ષાની ઉજવણીમાં કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ કચ્છમાં, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુરતમાં, કૌશિકભાઇ પટેલ સાબરકાંઠામાં, સૌરભભાઇ પટેલ રાજકોટમાં, ગણપતસિંહ વસાવા દાહોદમાં, જયેશ રાદડિયા ભાવનગરમાં, દિલીપકુમાર ઠાકોર ભરૂચમાં, કુંવરજીભાઇ બાવળિયા મહેસાણામાં જવાહરભાઇ ચાવડા જામનગરમાં જ્યારે રાજ્ય મંત્રીઓમાં પ્રદીપસિંહ જાડેજા વડોદરામાં, બચુભાઇ ખાબડ ખેડામાં, જયદ્રથસિંહ પરમાર સુરેન્દ્રનગરમાં, ઇશ્વરસિંહ પટેલ અમરેલીમાં, વાસણભાઇ આહીર બનાસકાંઠામાં, વિભાવરીબેન દવે અમદાવાદમાં, રમણલાલ પાટકર નવસારીમાં, કિશોરભાઇ કાનાણી છોટાઉદેપુરમાં, યોગેશભાઇ પટેલ આણંદમાં અને ધર્મેન્દ્રસિંહ જાડેજા મોરબીમાં ધ્વજવંદન કરશે.

English summary
Rajkot: Flag salute at the hands of Saurabh Patel on Independence Day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X