રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં ખાણીપીણીના સ્ટોર અને રાઇડ્સ જગાડશે અનેરું આકર્ષણ

સમગ્ર સૌરાષ્ટ્રમાં દિવાળીની જેમ ઉત્સાહપૂર્વક ઉજવાતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી 17 ઓગસ્ટથી ભવ્ય લોકમેળો યોજાવા જઈ રહ્યો છે.

રાજકોટ, 25 જુલાઈ, 2022 : સમગ્ર સૌરાષ્ટ્રમાં દિવાળીની જેમ ઉત્સાહપૂર્વક ઉજવાતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી 17 ઓગસ્ટથી ભવ્ય લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ લોકમેળામાં મુખ્ય આકર્ષણ સમાન ખાણીપીણી, રમકડાં, યાંત્રિક આઈટમ, વિવિધ રાઇડ્સની ફાળવણી માટે તૈયારી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ચાલુ વર્ષે 364 સ્લોટ માટે કુલ 1916 અરજીઓ આવી

ચાલુ વર્ષે 364 સ્લોટ માટે કુલ 1916 અરજીઓ આવી

તારીખ 27 જુલાઈના રોજ રમકડાં(બી), ખાણીપીણી(સી) તેમજ હાથથી ચાલતી ચકરડી (જે , કે 1 તથા કે 2) સ્લોટની ડ્રો દ્વારા ફાળવણીકરવામાં આવશે. અન્ય પ્રકારના સ્ટોલ માટે તારીખ 28, 29, અને 30 જુલાઈના રોજ હરરાજી દ્વારા ફાળવણી કરવામાં આવશે. વિવિધ સ્ટોલતેમજ રાઇડસ્ માટે ચાલુ વર્ષે 364 સ્લોટ માટે કુલ 1916 અરજીઓ આવી છે.

સરકારી સંસ્થાઓ માટે 26 સ્લોટ રહેશે

સરકારી સંસ્થાઓ માટે 26 સ્લોટ રહેશે

આ લોકમેળામાં રમકડાના 210 સ્ટોર તેમજ ખાણીપીણીના નાના 14 સ્ટોર તેમજ મોટા 2 સ્ટોર તથા આઈસ્ક્રીમના 16 સ્ટોર હશે. તેમજયાંત્રિક આઈટમો માટે અલગ અલગ પ્રકારના કૂલ 44 સ્લોટ, ચકરડીઓ માટે ૫૨ સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સરકારીસંસ્થાઓ માટે 26 સ્લોટ રહેશે. તેમ નાયબ મામલતદાર એચ. ડી. દુલેરા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

એક વ્યક્તિ વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકશે

એક વ્યક્તિ વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકશે

રાજકોટ શહેરમાં પ્રતિવર્ષ પવિત્ર શ્રાવણ માસના રાંધણ છઠ્ઠથી લોકમેળો યોજવામાં આવે છે. આ મેળાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષનો લોકમેળો તારીખ 17 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ સુધી યોજાનાર છે.

આ મેળાનું શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજવામાં આવનાર છે. શીર્ષક એટલે કે 'રંગીલો લોકમેળો', 'થનગનાટ લોકમેળો','જમાવટ લોકમેળો', 'કાઠીયાવાડી લોકમેળો', આ પ્રકારના શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય હોવું જોઇએ. એક વ્યક્તિ વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકશે.

આ સ્પર્ધામાં કોઇપણ ભાગ લઇ શકશે

આ સ્પર્ધામાં કોઇપણ ભાગ લઇ શકશે

સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, પરિવેશ, રહેનસહેન, લોકજીવનને અનુરૂપ હોવું જોઇએ. સ્પર્ધકે પોતાની એન્ટ્રી પત્રથી અથવા ઇ-મેઇલથી મોકલવાની રહેશે. એન્ટ્રી મોકલનારા સ્પર્ધકે સુવાચ્ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે.

ઇમેઇલથી મોકલનાર સ્પર્ધકે પણ સરનામુ અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે. આ એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ - 27/07/2022 સુધીમાં મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધામાં કોઇપણ ભાગ લઇ શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X